હેમંત બીસ્વા શર્માએ CM બનતાની સાથે ઉલ્ફા સાથે શાંતિવાર્તા માટે પ્રસ્તાવ મુક્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

હેમંત બીસ્વા શર્મા આસામના 15માં મુખ્યપ્રધાન બન્યા છે. આસામ ભાજપના ધારાસભ્યદળના નેતા અને આસામમાં NDA ગઠબંધનના નેતા તરીકે હિમંત બિસ્વા સરમાને પસંદ કરાયા બાદ તેઓ રવિવારે રાજ્યપાલ જગદીશચંદ્ર મુખીને મળ્યા હતા અને સરકાર રચવાનો દાવો કર્યો હતો. આસામના રાજ્યપાલ જગદીશ મુખીએ આજે ​​ભાજપના નેતા અને પૂર્વોત્તર લોકતાંત્રિક ગઠબંધનના સંયોજક હિમંત બિસ્વા સરમાને મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરાવ્યા. સીએમ બનતાની સાથે જ હેમંત બીસ્વા શર્માએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

આસામના નવા સીએમ બન્યા બાદ હેમંત બીસ્વા શર્માએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા એક ટ્વિટ કરી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે અનેક મહાનુભાવોએ તેમને શુભકામનાઓ આપી શુભેચ્છાઓ અને અભિનંદન બદલ આભાર તેમણે સૌનો આભાર પણ માન્યો.

આસામના મુખ્યપ્રધાન બનતાની સાથે જ હેમંત બીસ્વા શર્માએ આસામના ઉગ્રવાદી સંગઠન ઉલ્ફાને શાંતિ માટે વાર્તા પ્રસ્તાવ મોકલ્યો છે. ઉલ્ફા એટલે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ એ ભારતના પૂર્વોત્તર રાજ્ય આસામમાં કાર્યરત એક મોટું  ઉગ્રવાદી સંગઠન છે. સશસ્ત્ર સંઘર્ષ દ્વારા આસામને સ્વતંત્ર રાજ્ય બનાવવાનું આ સંગઠનનું લક્ષ્‍ય છે. સીએમ બીસ્વાએ કહ્યું, ‘હું ઉલ્ફા કમાન્ડર-ઇન-ચીફ પરેશ બરુઆને શાંતિ મંત્રણા માટે આગળ આવવા વિનંતી કરું છું. બંને પક્ષોએ શાંતિ વાર્તા માટે આગળ આવવું પડશે,’ તેમણે કહ્યું કે, તેમનું લક્ષ્‍ય પાંચ વર્ષમાં આસામને દેશના ટોચના પાંચ રાજ્યોની યાદીમાં સમાવવાનું છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.