પાલનપુરના અંબાજી હાઈવે પર રતનપુરથી મેરવાડા વચ્ચે ઉમરદશી નદીના બ્રિજ પર ભારે વાહન માટે પ્રતિબંધ…

July 15, 2025

ગરવી તાકાત પાલનપુર : પાલનપુરના અંબાજી હાઈવે પર રતનપુરથી મેરવાડા વચ્ચે ઉમરદશી નદી પર આવેલો 60 વર્ષ જૂનો બ્રિજ 3 મહિના માટે ભારે વાહનો માટે બંધ રહેશે. બ્રિજની જગ્યાએ નવીન ચારમાર્ગીય બ્રિજ માટે ભારત સરકારે મંજૂરી આપી ટેન્ડર પણ ખોલાયું હાલ ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી. અંદાજે એક મહિનામાં બ્રિજને તોડી નવો બ્રિજ બનાવવાનું કામ શરૂ થશે ત્યાં સુધી વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન પર દોરવામાં આવશે નાયબ કલેક્ટર અને સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ, પાલનપુરના પત્ર મુજબ બ્રિજ પર વારંવાર અકસ્માત થાય છે.

રેલિંગ પણ નબળી સ્ટ્રક્ચર સેફટી ઓડિટ માટે ડિઝાઇન વર્તુળ અને DPR કન્સલ્ટન્ટને સ્થળ પર મોકલવામાં આવ્યા ડિઝાઇન વર્તુળના પ્રાથમિક અહેવાલ મુજબ બ્રિજ બંને બાજુના ભારે વાહનો માટે ખૂબજ સાંકડો છે. હાલની રેલિંગ નબળી છે. તેથી ભારે વાહનો માટે બ્રિજ બંધ રાખવો યોગ્ય છે. જેથી નેશનલ હાઈવે સ્ટેટની કચેરી દ્વારા 3 મહિના માટે ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવા જાહેરનામું બહાર પાડવા વિનંતી કરી હતી.

Heavy vehicles banned on Merwada Umardashi river bridge | ભારે વાહનો પર  પ્રતિબંધ: મેરવાડા ઉમરદશી નદીના બ્રિજ પર ભારે વાહન માટે પ્રતિબંધ -  banaskantha (Palanpur) News | Divya Bhaskar

અને ભારે વાહનો માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું કલેકટર મીહિર પટેલ એ જણાવ્યું કે મંગળવારે બપોર સુધીમાં ભા રે વાહનો પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડી દઈશું.તો બીજી તરફ તાલુકા પોલીસ દ્વારા શુક્રવાર બપોરથી જ ભારે વાહનો અટકાવી અન્યત્ર વાળવામાં આવ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0