મહેસાણા અને પાટણમાં વાવાઝોડાની અસર વર્તાઇ ભારે પવન સાથે વરસાદ

June 15, 2023

બિપરજોય વાવાઝોડું ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે હાલમાં ઉત્તર ગુજરાત અસર જોવા મળી રહી છે

હવામાન વિભાગે આગામી 3 દિવસ મહેસાણા, પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં 40થી 50 કિમી ઝડપે પવન ફૂંકાવાની આગાહી 

ગરવી તાકાત, મહેસાણા તા. 15- વાવાઝોડાની અસર મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહી છે. મહેસાણા સવારની વરસાદે બેટીંગ શરુ કરી છે. મહેસાણા જિલ્લામાં રહી રહીને વરસાદ પવન સાથે પડી રહ્યો છે.  વરસાદથી નીચાણ વિસ્તાર તેમજ રસ્તા પર પાણી ભરાયા છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.  મહેસાણા શહેરમાં વરસાદી ઝાપટા શરૂ થઈ ગયા છે.  હાલ લોકોને તોકતેની યાદ તાજી થઈ રહી છે. ભારે પવનથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. કચ્છના પશ્ચિમ કાંઠા પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગની અગાઙીને પગલે બિપરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે ત્યારે મહેસાણા પાટણ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે આજે મહેસાણા તથા પાટણ શહેરમાં દિવસ દરમિયાન પવન સાથે ભારે વરસાદના ઝાપટા પડી રહ્યા છે જેને લઈ નીચન વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

બિપરજોય વાવાઝોડું ઉત્તરપૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. ત્યારે હાલમાં ઉત્તર ગુજરાત પર એની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ મહેસાણા, પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં 40થી 50 કિમી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 62થી 87 કિમી પહોંચી શકે છે તેમજ અઢી ઇંચથી 8 ઇંચ સુધી ભારે વરસાદ વરસી શકે છે.

પાટણ શહેરમાં આજે એકાએક વાતાવરણમાં પલટો આવતા શહેર માં દિવસ દરમિયાન પવન સાથે ભારે વરસાદ ના ઝાપટા પડી રહ્યા છે જેના કારણે નીચન વાળા વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા ઉદભવી રહી છે. વાવાઝોડાનો સામનો કરવા પાલિકાની ફાયર વિભાગને સ્ટેન્ડબાય કરવામાં આવ્યો છે તેમજ હાલમાં 24 કલાક ડ્યૂટી કરી દેવામાં આવી છેતો પાલિકા ફાયર વિભાગ માં કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે.

બિપરજોય વાવાઝોડું આજે સાંજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે, જેની અસર ગુજરાતભરમાં જોવા મળી રહી છે. આજે સવારથી જ મહેસાણામાં કાળાં ડિબાંગ વાદળો છવાયાં છે તેમજ વરસાદી ઝાપટાં પણ શરૂ થયાં છે. શહેરના સહિત આસપાસના ગામડાઓમાં પણ સવારથી વરસાદી ઝાપટાં વરસી રહ્યાં છે.  સવારથી જ વરસાદ શરૂ થયો છે,આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં દોઢ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0