થર્ડ પાર્ટી વીમા વિના વાહન ચલાવનારને હવે આકરો દંડ અને જેલ, હાલ દેશમાં 56 ટકા વાહનો માન્ય વિમા વિનાના

શેર કરવા અહીં ક્લિક કરો.

જે વાહન માલીક થર્ડ પાર્ટી વીમા વિના વાહન ચલાવે છે અથવા ચલાવવા દે છે તેમને કાયદાનાં ભંગ માટે કારાવાસ સહીત દંડીત કરવાની જોગવાઈ છે

ગરવી તાકાત, ગાંધીનગર, તા.13 – થર્ડ પાર્ટી વીમા વિના વાહન ચલાવનારને હવે આકરો દંડ અને જેલની હવા પણ ખાવી પડી શકે છે. પકડાઈ જવા પર અધિકતમ 4000 રૂપિયાનો દંડ અથવા ત્રણ મહિનાની સજા (અથવા બન્ને) થઈ શકે છે સરકારી આંકડા અનુસાર દેશભરમાં 55 ટકાથી વધુ વાહનો વીમા વિના માર્ગો પર દોડી રહ્યા છે.

Utility Where does the traffic police take the car from the road know how  to get it back | રોડ પરથી કારને ઉઠાવીને ક્યાં લઈ જાય છે ટ્રાફિક પોલીસ, જાણો  કેવી રીતે

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનાં અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે, મોટર વાહનો માટે થર્ડ પાર્ટી જોખમને કવર કરનારી વીમા પોલીસી ફરજીયાત છે. કારણ કે તે દુર્ઘટના કે નુકશાનનાં કેસમાં પીડીતાને સહાય આપે છે.

જે વાહન માલીક થર્ડ પાર્ટી વીમા વિના વાહન ચલાવે છે અથવા ચલાવવા દે છે તેમને કાયદાનાં ભંગ માટે કારાવાસ સહીત દંડીત કરવાની જોગવાઈ છે. અધિકારીઓએ જણાવ્યુ હતું કે, પહેલીવાર પકડાઈ જવા પર ત્રણ મહિનાની જેલ અથવા 2 હજાર રૂપિયાનો દંડ બન્ને છે. આંકડા અનુસાર દેશભરમાં 23 કરોડથી વધુ વાહન રજીસ્ટર્ડ છે જેમાં 56 ટકા વાહનો વીમા વિના દોડી રહ્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.