અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

ઝાયડસ હોસ્પિટલ્સ અમદાવાદ દ્વારા હાર્ટ ફેલ્યોર અવેરનેસ સિમ્પોઝિયમનું આયોજન કરાયું

July 4, 2022

ગરવી તાકાત અમદાવાદ : ઝાયડસ હોસ્પિટલ્સ દ્વારા હૃદયની નિષ્ફળતાથી પીડાતા દર્દીઓ અને તેમના પરિવારો માટે સાર્વજનિક સિમ્પોસિયમનું આયોજન ઝાયડસ હોસ્પિટલ્સના હાઉસ ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 200 થી વધુ લોકોએ જાગૃતિ લાવવાના પ્રયાસરૂપે આ જાહેર પહેલમાં ઝાયડસ હોસ્પિટલના કાર્ડિયાક નિષ્ણાતો હૃદયની નિષ્ફળતાના લક્ષણો અંગે લોકો સાથે ચર્ચાઓ અને માર્ગદર્શન આપ્યું હતું જેમાં શ્વાસ લેવામાં તકલીફ,વારંવાર થાક,કસરત કરવાની ક્ષમતામાં ઘટાડો,પગ અને પગની ઘૂંટીઓમાં સોજો,વારંવાર પેશાબ કરવા,માટે રાત્રે જાગવું,ઇજેક્શન ફ્રેક્શન (EF) 40% કરતા ઓછું વગેરે મુખ્યત્વે હતા.

આ પ્રસંગે ડો. અભિષેક ત્રિપાઠી, સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટએ જણાવ્યું હતું કે,હૃદયની નિષ્ફળતાના દર્દીઓ પણ સામાન્ય જીવનની નજીક જીવી શકે છે, મહત્વની બાબત એ છે કે દર્દી અને તેમના પરિવારના સભ્યો આ સ્થિતિનું સંચાલન કરવામાં કેટલી સક્રિય રીતે પોતાની જાતને સામેલ કરે છે. જે જાણવું ખૂબ જ અગત્યનું છે તે હૃદયની કટોકટીના લક્ષણોને ચૂકી ન જવું અને યોગ્ય સમયસર સારવાર લેવી જરૂરી છે. જયારે ડૉ. રાજેશ દેસાઈ, સિનિયર CTVS સર્જનને જણાવ્યું હતું મોટાભાગની હૃદયની નિષ્ફળતાઓને તબીબી રીતે નિયંત્રિત કરી શકાય છે, જો કે કેટલીક પરિસ્થિતિઓમાં કૃત્રિમ હૃદય અથવા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જેવા અદ્યતન સંચાલનની જરૂર છે.

આ પ્રસંગે ડો.સુનિલ થાનવી, સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ એક મંત્ર આપ્યો કે હાર્ટ હેલ્થના ABC ને અનુસરો – A for Avoid માદક દ્રવ્યોના બચો – તમાકુ ટાળો, આલ્કોહોલ કોઈપણ વ્યસનયુક્ત પદાર્થને ટાળો. B માટે સક્રિય રહો, વધુ સક્રિય જીવનશૈલી હૃદયના સારા સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરે છે. તંદુરસ્ત આહારની આદતો પસંદ કરવા માટે C અને ડો. કેતન વેકરિયા, કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટનું કહેવું છે કે કહે છે કે હૃદયની નિષ્ફળતા એ ઘણા હૃદય રોગનો અંતિમ તબક્કો છે, આપણા માટે પરિસ્થિતિની ગંભીરતાને સમજવી અને જાગૃતિ ફેલાવીને અત્યારે જ કાર્ય કરવું મહત્વપૂર્ણ છે.અમને જણાવતાઆનંદ થાય છે કે ઝાયડસ હોસ્પિટલ્સે તેનું પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે, આગળ ઘણો લાંબો રસ્તો છે પરંતુ અમે જીવનને બદલાવે તેવી મુસાફરી કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
3:51 pm, Jan 12, 2025
temperature icon 27°C
clear sky
Humidity 20 %
Pressure 1015 mb
Wind 9 mph
Wind Gust Wind Gust: 10 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:24 am
Sunset Sunset: 6:12 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0