— કરણનગર રોડ વિસ્તારમાં જાવો તો તરાપો કે હોળી લેતા જજો :
ગરવી તાકાત મહેસાણા : કડી માં આજ વહેલી સવારે થી જ વાદળ ચાયું વાતાવરણ ને લઈને ભારે વરસાદ ની લોકો રાહ જોઈને બેસી રહ્યા હતા ત્યારે વહેલી સવારે થી મેધરાજા ની એન્ટ્રી થી વરસાદ ખાબકતા કડી માં નીચાણ વાળા વિસ્તારમાં પાણી
ફરી વળ્યા હતા. કરણનગર રોડ વિસ્તાર વિકાસ માં આગળ વધી રહ્યું છે ત્યારે નગરપાલિકાના ની સતાધીશો ની નફફટાઇ ના કારણે નધણીયાતો જાણે થઈ ગયો હોય તેવો અહેસાસ અહીંના રહીશો કરી રહ્યા છે આ વિસ્તારમા લોકોએ મોટા મોટા બંગલા રહેવા માટે બનાવી દીધા પરંતુ તેઓને નગરપાલિકા તરફથી મળવી જોઇએ તેવી પાયાગત સુવિધાઓ વર્ષો વીતી ગયા હોવા છતાં પ્રાપ્ત થઈ નથી. નગરપાલિકા ની ઘંટીમાં અહીંની પ્રજા પીસાઈ રહી હોવાની ફરિયાદઓ સાંભળવા મળી છે. આ વિસ્તારમાં લોકોએ લાખો કરોડો રૂપિયાના ખર્ચે પોતાના આવાસો બનાવ્યા છે
ફરી વળ્યા હતા. કરણનગર રોડ વિસ્તાર વિકાસ માં આગળ વધી રહ્યું છે ત્યારે નગરપાલિકાના ની સતાધીશો ની નફફટાઇ ના કારણે નધણીયાતો જાણે થઈ ગયો હોય તેવો અહેસાસ અહીંના રહીશો કરી રહ્યા છે આ વિસ્તારમા લોકોએ મોટા મોટા બંગલા રહેવા માટે બનાવી દીધા પરંતુ તેઓને નગરપાલિકા તરફથી મળવી જોઇએ તેવી પાયાગત સુવિધાઓ વર્ષો વીતી ગયા હોવા છતાં પ્રાપ્ત થઈ નથી. નગરપાલિકા ની ઘંટીમાં અહીંની પ્રજા પીસાઈ રહી હોવાની ફરિયાદઓ સાંભળવા મળી છે. આ વિસ્તારમાં લોકોએ લાખો કરોડો રૂપિયાના ખર્ચે પોતાના આવાસો બનાવ્યા છેઅહીં રહેણાંક કર્યા પછી અનેક પ્રકારે સુખ શાંતિ પ્રાપ્ત થશે તેવું લોકો માની રહ્યા હતા પરંતુ અહીંની નગરપાલિકા કોઈ કાળે તેમને જોઈતું સુખ શાંતિ આપવા ન માગતી હોય તેવું જણાઈ આવે છે. આ વિકાસશીલ વિસ્તારમાં વર્ષોથી લોકોને અનેક પ્રકારે અસુવિધાઓ નો સામનો કરવો પડી રહ્યો છે જોકે અહીંના રહેશો પાલિકામાં નિયમિત રીતે વેરાની ભરપાઈ કરી છે છતાં પાલિકા દ્વારા ઊભી થતી અસુવિધા ને મૂંગે મોઢે સહન કરી રહ્યા છે જાણકારોના જણાવ્યા પ્રમાણે પાલિકાએ કરવી પડતી કામગીરી અહીં યોગ્ય રીતે થતી નથી અને કોઈ રહીશ આ બાબતે ફરિયાદ કરે તો તેઓને દાદ પણ દેવાતી નથી પાલિકા તંત્રમાં રજૂઆત કરી કરીને થાક્યા પછી પણ સમસ્યાઓનું કો
ઈ નિવેડો પાલિકાના સત્તાધીશો લાવતા નથી એ પછી કહેવાય છે
ઈ નિવેડો પાલિકાના સત્તાધીશો લાવતા નથી એ પછી કહેવાય છેકે લોકોએ હિંમત હારીને રજૂઆત કરવાનું બંધ કરી દીધું અને પાલિકાના સત્તાધીશોને ફાવતું મળી ગયું હોય તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે કડીના ઘણા બધા વિસ્તારોમાં રહીશોને વર્ષોથી વરસાદી પાણી ભરાઈ જવાની સુવિધા સતાવી રહી છે અહીં સામાન્ય વરસાદ પડે અને ગુંઠણ સમા પાણી ભરાઈ જાય છે જેને લઇને અહીં રહેતા લોકોએ ને ઘરેથી બહાર નીકળવું દુષ્કર થઈ પડે છે ખાસ કરીને મહિલાઓ અને બાળકોને ઘરની બહાર જવું હોય તો કેવી રીતે માર્ગ પસાર કરવો તે પ્રશ્ન થઈ પડે છે. થોડી માત્રામાં પડતાં વરસાદથી અહીંના માર્ગો પર પાણી ભરાઈ જતા એક સોસાયટીમાંથી બીજી સોસાયટીમાં અથવા તો શહેરના કોઈ વિસ્તારમાં જવું હોય તો તરાપો કે હોળી લઈને જવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
વરસાદી પાણી ઓસરતાં બે – ત્રણ દિવસ લાગી જાય છે કહેવાય છે કે ઔડાએ વરસાદી પાણી પાતાળમાં ઉતારવા માટે બોરકુવા બનાવ્યા છે પરંતુ તે બોરકુવા પણ માત્ર ને માત્ર લોકોનું નજરાણું બની રહ્યું છે. અને લોકોના રૂપિયા પાણીમાં ડૂબ્યા હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. અને સૌ લોકો તંત્રની સામે લાલ ગુમ જોવા મળ્યા હતા.
— પાણી ભરાય એટલે મહેમાનોને પણ કહેવું પડે કે હમણાં ઘરે ન આવતા:- રહેવાસીઓ ? :
કડીના કરણનગર વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પાણીનો યોગ્ય જગ્યાએ નિકાલના થતા પાણી ભરાવવાની સમસ્યાઓને લઈને અહીંના રહીશો પરેશાન છે પરંતુ એ રહીશોના ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો રહીશોએ તેમને કહેવું પડે છે કે હમણાં બે-ચાર દિવસ ના આવતા અમારા ઘરમાં કે ઘર આગળ બહુ જ પાણી ભરાઈ ગયું છે એટલું જ નહીં અમુક રહીશો તો વ્યંગ સાથે કહ્યું હતું કે અમે તો મહેમાનોને કહી દઈએ છીએ કે અમારા ઘરથી બહાર નીકળવું હોય તો હોળી કે તરાપો લઈને નીકળવું પડે છે તમારે પણ આવવું હોય તો પાણીમાં તરવાના સાધન લઈને આવજો એવું કહેવું પડે છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી


