મહેસાણામાં આરોગ્ય કર્મીઓને 3 વર્ષથી ભથ્થા મેળવવા વલખાં…..

February 20, 2022

ગરવી તાકાત મહેસાણા: કોરોના મહામારીમાં રજા લીધા વગર ફરજ બજાવી કોરોના દર્દીઓની સારવાર કરનાર મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ વિવિધ ભથ્થા મેળવવા 3 વર્ષથી વલખાં મારી રહ્યાં છે. વર્ષ 2019 થી 2021 સુધીના મોંઘવારી તફાવત સહિતના ભથ્થા નહી મળતા મહેસાણા જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા કરાયેલી એક માસ અગાઉની રજૂઆતનું પરિણામ પણ શૂન્ય રહ્યુ છે.

મહેસાણા જિલ્લા પંચાયત સંચાલિત આરોગ્ય વિભાગમાં 650 જેટલાં પેટા કેન્દ્રો, પીએચસી અને ફિલ્ડ કર્મચારીઓ છે. વર્ષ 2019 થી 2021 સુધીના કોરોના મહામારીના 3 વર્ષ દરમિયાન આરોગ્ય કર્મચારીઓના એલટીસી બીલો, મોંઘવારી, તફાવત બીલો, ટીએ બીલો સહિતના મળવાપાત્ર ભથ્થાઓના નાણા જિલ્લા પંચાયતની વહીવટી શાખાની બેદરકારીના કારણે મળ્યા નહી હોવાનો મહેસાણા જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ વાલજીભાઈ રબારીએ કર્યો છે. એક માસ અગાઉ લેખિત રજૂઆત કરાઈ હોવા છતાં નાણા નહી ચુકવાતા કોરોના વોરીયર્સમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

કર્મચારી મહાસંઘની રજૂઆત બાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ આરોગ્ય વિભાગના અધિક નિયામકને પત્ર લખીને ભથ્થાના નાણા નહી ચુકવાતા કર્મચારીઓમાં અસંતોષની લાગણી પેદા થઈ હોવાનો ઉલ્લેખ કર્યો હોવા છતાં આજદિન સુધી પરિણામ મળ્યુ નથી.

— ગ્રાન્ટના અભાવે ન ચુકવાયા : આરોગ્ય અધિકારી: જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિષ્ણુ પટેલે કહ્યુ કે, કર્મચારી મહાસંઘની રજૂઆત બાદ અધિક નિયામકને પત્ર લખી વિવિધ ભથ્થાના નાણા 3 વર્ષથી ચુકવાયા નહી હોવાનુ જણાવ્યુ છે. ગ્રાન્ટ નહી આવવાના કારણે આ વિષય બન્યો છે. ગ્રાન્ટ મળ્યેથી તમામ ભથ્થા ચુકવાઈ જશે.

— આયોજન 27.66 કરોડનું, ફાળવણી 2.72 કરોડની: આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આરોગ્ય વિભાગે જિલ્લાના 103 આરોગ્ય કેન્દ્રોનો વર્ષ 2021–22 નો બજેટ અંદાજ રૂપિયા 27.66 કરોજ મોકલ્યો હતો. પરંતુ, 24 ડિસેમ્બર 2021 સુધીમાં માત્ર 2.72 કરોડની ફાળવણી કરાઈ છે. જેના કારણે આરોગ્ય વિભાગના કર્મીઓના 1-1-2020 થી આજદિન સુધીના ભથ્થાના બીલો ચુકવી શકાયા નથી. ડિસેમ્બર-2021 સુધીમાં 27.83 કરોડ ગ્રાન્ટ માઈનસ હોવાનું જાણવા મળ્યું છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0