આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને  સહકારમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને કલેક્ટર એમ.નાગરાજને ડભોડા વડાપ્રધાનના કાર્યક્રમની વિગતો રજૂ કરી

October 28, 2023

વડાપ્રધાનના 30 ઓક્ટોબરના ડભોડા ખાતેના કાર્યક્રમ અંગે મુખ્યમંત્રીએ  વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પૂર્વ તૈયારીની સમીક્ષા કરી

ગરવી તાકાત, મહેસાણા તા. 28- કલેકટર કચેરી મહેસાણા ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખેરાલુ તાલુકાના ડભોડા ખાતે વડાપ્રધાનશ્રીના હસ્તે થનારા વિકાસલક્ષી વિકાસ કામોના ખાતમર્હુત અને લોકાર્પણના કાર્યક્રમ અંગેના પૂર્વ આયોજન બાબતે વિડીયો કોન્ફરન્સ થી આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ અને સહકારિતા મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાથે પુર્વ આયોજનની બેઠક કરી હતી.  બેઠકમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાનશ્રીના  યોજાનારા કાર્યક્રમમાં પૂર્વ તૈયારી તેમજ સંબધિત સુરક્ષા અંગે સંકળાયેલી સગવડો અને વ્યવસ્થાઓ બાબતે ખાતરી કરી યોગ્ય ચોકસાઈ રાખવા માટે જરૂરી સૂચનો કર્યા હતા.

કલેક્ટરશ્રી એમ નાગરાજને વહીવટી તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓ તેમજ વ્યવસ્થા ની વિગતો રજૂ કરી હતી તેમજ આ તકે ઉપસ્થિત આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે પણ સ્થાનિક બાબતો અને વ્યવસ્થા ની માહિતી રજૂ કરીને મુખ્યમંત્રી શ્રીને કાર્યક્રમના સુચારુ અને વ્યવસ્થિત આયોજન બાબતે  અવગત કર્યા હતા.

 સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પણ આ તકે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના આગમન સંદર્ભે જિલ્લામાં મહેસાણા જિલ્લા સહિત ખેરાલુના આજુબાજુના વિસ્તારોમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન બાબતે મુખ્યમંત્રીશ્રીને અવગત કર્યા હતા. સ્વચ્છતા અભિયાન માટે સમગ્ર જિલ્લામાં થઈ રહેલી સફાઈ ઝુંબેશ અને તેમાં સ્વંયભૂ જન સહયોગ મળી રહ્યો છે તેમ જણાવ્યું હતું.

 મુખ્યમંત્રીશ્રીએ  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસલક્ષી અને પ્રજાકીય કામોની વિડીયો કોન્ફરન્સ દ્વારા જરૂરી વિગતો મેળવી અને તકેદારી રાખવા માટે પણ   સૂચનો કર્યા હતા. આ બેઠકમાં સર્વશ્રી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તૃષાબેન પટેલ,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, અગ્રણી ગીરીશભાઇ રાજગોર,મયંકભાઇ નાયક  સહિત સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0