ચોમાસામાં રસ્તાઓ પર પડતા ખાડા અને ભુવાઓ પૂરવા બાબતે અહેવાલ સુપ્રત કરવા   હાઇકોર્ટનો આદેશ

July 27, 2024

તમે શહેરના રસ્તાઓ પર પડતા ખાડા-ભુવાઓ પૂરવા શું કરશો અને તે ના પડે તે માટે શું કરશો

રાજય સરકારને સવાલ કર્યો હતો કે, સ્ટેટ દ્વારા જયારે કોઈ વિકાસ કામગીરીની વાતો થતી હોય તો , તે રાજ્યની આબોહવા મુજબ નીતિ હોય તે જરૂરી હોય છે. શું સરકાર પાસે આવી કોઇ નીતિ છે. 

ગરવી તાકાત, અમદાવાદ તા. 27 – હાઇકોર્ટે અમ્યુકોને જણાવ્યું હતું કે, રોડ-રસ્તાઓની ડીઝાઇન, અને અન્ય ટેકનીકલ ઇશ્યુમાં તમે પોતાના સ્ટાફથી કામ કરો છો, પણ તમે શહેરના રસ્તાઓ પર પડતા ખાડા-ભુવાઓ પૂરવા શું કરશો અને તે ના પડે તે માટે શું કરશો તે સ્પષ્ટ રીતે જણાવો. ખાડા-ભુવા પૂરવા માટે તમે પદ્ધતિ અપનાવો છો ?

સુરતઃ લંબે હનુમાન રોડ પર 4 દિવસ પહેલા જ બનાવેલા રોડમાં મસમોટા ભુવા પડ્યા,  લોકોમાં ભારે રોષ - On Hanuman Road that was built 4 days ago collapsed,  people are very angry.

આવી બાબતો અટકાવવા માટે શું મોટી અપનાવી છે? હાઇકોર્ટે આ તમામ મુદ્દા સાથે છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ શહેરમાં બનાવવામાં આવેલા રોડ-રસ્તાઓ અને તેના રીપેરીંગ કાર્યના ડેટા સાથેની વિગતવાર માહિતી રજૂ કરવા અમ્યુકો સત્તાધીશોને હુકમ કર્યો હતો. કેસની સુનાવણી આગામી તા. 1 ઓગસ્ટના રોજ રાખવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક નિર્ણય, 32 જિલ્લામાં કોર્ટની કાર્યવાહીનું  જીવંત પ્રસારણ કરાશે - Gujarati News | Historic decision by the Gujarat High  Court proceedings will ...

દરમ્યાન જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે.દવેની ખંડપીઠે રાજય સરકારને સવાલ કર્યો હતો કે, સ્ટેટ દ્વારા જયારે કોઈ વિકાસ કામગીરીની વાતો થતી હોય તો , તે રાજ્યની આબોહવા મુજબ નીતિ હોય તે જરૂરી હોય છે. શું સરકાર પાસે આવી કોઇ નીતિ છે. તમારે આવી નીતિ માટે વિચારવું જોઇએ.

ખાસ કરીને સરેરાશ વરસાદના આધાર પર નીતિ બને તે જરૃરી છે. કારણ કે, ચાર ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં લોકો હેરાન થઇ જતા હોય છે. જેથી અલગ-અલગ વિસ્તારોમાં પડતા વરસાદ અને સરેરાશ આંકને ધ્યાનમાં લઇ રસ્તાના પ્લાનીંગ અંગે નિર્ણય લેવાવો જોઇએ. જરૃર હોય તો રોડ-રસ્તાના બનાવવા અંગેની પધ્ધતિમાં પણ બદલાવ કરવો જોઇએ.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0