મિસ યુનિવર્સ 2021 નો ખિતાબ જીતીને વિજેતા હરનાઝ કૌર સંધૂ બુધવારે મોડી રાતે મુંબઈ પહોંચી હતી. અહીં તેનું ગ્રાંડ વેલકમ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નજીકના સંબંધીઓની સાથે સાથે મુંબઈ પોલીસના જવાનોએ પણ હરનાઝની સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. હાથમાં તિરંગો લઈને મિસ યુનિવર્સે તમામ સ્વાગતકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ચંદીગઢની હરનાઝ કૌર સંધુએ મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીતીને સૌંદર્ય સ્પર્ધામાં ભારતનું ગૌરવ વધાર્યું છે. ભારતને 21 વર્ષના લાંબા સમય બાદ આ ખિતાબ મળ્યો છે.
તમને જણાવી દઈએ કે મિસ યુનિવર્સ બનતા પહેલા હરનાઝે વર્ષ 2017માં મિસ ચંદીગઢનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ વર્ષ 2018 હરનાઝ કૌરને મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર ઇન્ડિયાનો ખિતાબ મળ્યો હતો. બે પ્રખ્યાત ખિતાબ જીત્યા પછી, હરનાઝે મિસ ઈન્ડિયા 2019 માં ભાગ લીધો, જ્યાં તેણી ટોચના 12માં સ્થાન મેળવવામાં સફળ રહી. હરનાઝ કૌર સંધુ પહેલા સુષ્મિતા સેને 1994માં અને લારા દત્તા 2000માં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. ભારતે હવે ત્રીજી વખત આ ખિતાબ જીત્યો છે. ભારતે હવે ત્રીજી વખત આ ખિતાબ જીત્યો છે, જેનો તાજ હરનાઝ કૌર સંધુના નામે છે.
Delighted to congratulate Miss Universe @HarnaazKaur Sandhu in person on her triumphant return to India. She’s excited to be back in India for the New Year holidays & India, of course, is proud to welcome her. She’s just as poised & charming in person as on the stage. pic.twitter.com/OBj0KeTkoQ
— Shashi Tharoor (@ShashiTharoor) December 15, 2021
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા શશી થરૂર પણ હરનાઝ કૌરને મળ્યા હતા. તેમને આ મુલાકાત બાદ હરનાઝ કૌરને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.


