હારીજ : હારીજ પોલીસે સરવાલ હાઈવે ચોકડી પરથી ચોરીના મોબાઈલ વેચવા નીકળેલા એક શખ્સને ઝડપી પાડ્યો આરોપી પાસેથી કુલ 40,000 રૂપિયાની કિંમતના 5 એન્ડ્રોઇડ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા. પોલીસ અધિક્ષક વી.કે.નાયી અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એન.એ.શાહની ટીમે કાર્યવાહી કરી પોલીસને મળેલી બાતમીના આધારે સરવાલ હાઈવે ચોકડી પરથી આરોપી ગોવિંદને પકડવામાં આવ્યો.
![]()
આરોપી પાસેથી વિવો Y-17.s (કિંમત 10,000 રૂપિયા), ટેક્નો સ્પાર્ક (કિંમત 10,000 રૂપિયા), સેમસંગ (કિંમત 5,000 રૂપિયા), ઓપ્પો CPH2421 (કિંમત 10,000 રૂપિયા) અને ઓપ્પો A3s (કિંમત 5,000 રૂપિયા) મળી આવ્યા હતા. આ તમામ મોબાઈલના બિલ કે આધાર પુરાવા આરોપી પાસે નહોતા.પોલીસે આરોપીની ધરપકડ કરી કલમ 35(1)E હેઠળ કાર્યવાહી શરૂ કરી આરોપી સરવાલ, રોડની બાજુમાં, તાલુકો હારીજ, જિલ્લો પાટણનો રહેવાસી છે.


