નેતા બન્યા બાદ હાર્દિક પટેલના બદલાયેલા રંગથી PAAS લાલઘૂમ

September 15, 2023

ગરવી તાકાત, ગાંધીનગર તા. 15- મહેસાણાના કિરીટ પટેલની આત્મહત્યા મુદ્દે પાસ કન્વીનરોએ મુખ્યમંત્રી સામે મુલાકાત કરી અને આત્મહત્યા કેસમાં યોગ્ય કાર્યવાહી ન થતી હોવાની રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે અઢી મહિના પહેલા કિરીટ પટેલે આત્મહત્યા કરી હતી, જો કે અઢી મહિના પછી પણ કોઈ સામે તપાસ થઈ નથી. જો આગામી દિવસમાં તપાસ નહીં થાય તો પાસના કન્વીનરોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ મનોજ પનારાએ હાર્દિક અંગે નિવેદન આપતા કહ્યું છે કે અમે હાર્દિક પટેલ સાથે કોઈ વાત કરવા માગતા નથી. નેતા બન્યા બાદ હાર્દિક પટેલના બદલાયેલા રંગથી PAAS લાલઘૂમ છે.

નોંધનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનોએ આજે કિરીટ પટેલની આત્મહત્યા મુદ્દે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. પાટીદાર અગ્રણી કિરીટભાઈ પટેલના મૃત્યુ બાદ કાર્યવાહી કરવાના મુદ્દે ઉત્તર ગુજરાત PAASના આગેવાનોએ મુખ્યમંત્રીને મળ્યા હતા. લાંબા સમયગાળા બાદ પણ યોગ્ય કાર્યવાહી ન થતી હોવાની ફરિયાદ કરી હતી.

મનોજ પનારા હાર્દિક પટેલ અંગે નિવેદન આપતા કહ્યું કે, અમે હાર્દિક પટેલ સાથે કોઈ વાત કરવા માગતા નથી. હાર્દિક પટેલ હવે નેતા બની ગયા છે. પાટીદાર પરિવાર દુઃખમાં અને હાર્દિક પટેલ નેતાગીરીમાં વ્યસ્ત છે. નેતા બન્યા બાદ હાર્દિક પટેલના બદલાયેલા રંગથી PAAS લાલઘૂમ છે. હાર્દિક પટેલ પરિવારને સાંત્વના આપવા આવ્યો નથી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0