ગુજરાતનો નર્મદા ડેમ હાઈએલર્ટ પર, આવતીકાલે દરવાજા ખોલવાની શક્યતા, કાંઠાના ગામોને એલર્ટ કરાયાં 

શેર કરવા અહીં ક્લિક કરો.

નર્મદા ડેમના આવતી કાલે દરવાજા ખોલવામાં આવે તેવી શકયતા છે. નર્મદા ડેમમાંથી 95 હજારથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી શકે છે

નર્મદા ડેમ સિઝન માં પ્રથમવાર 132 મીટર પાર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી માત્ર 7 મીટર દૂર છે

ગરવી તાકાત, તા. 10 – નર્મદા ડેમમાં મોટી માત્રામાં પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમના આવતી કાલે દરવાજા ખોલવામાં આવે તેવી શકયતા છે. નર્મદા ડેમમાંથી 95 હજારથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી શકે છે. ત્યારે આવતીકાલે વહેલી સવારે ડેમના દરવાજા ખોલવામાં આવી શકે છે. સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમ સિઝન માં પ્રથમવાર 132 મીટર પાર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી માત્ર 7 મીટર દૂર છે. ઉપરવાસમાંથી 392487 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

The water level of Narmada dam has increased by five centimeters per hour |  Sandesh

નર્મદામં સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં 24 કલાકમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 2.83 મીટર વધી છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર સપાટી 132.80 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 3,93,213 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમમાં 3929 mcm લાઈવ સ્ટોરેજ પાણી છે. તો નર્મદા ડેમ 80 ટકા ભરાયો છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 43,332 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 15,121 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

ગુજરાત માટે સૌથી મોટા ખુશીના સમાચારઃ નર્મદા ડેમ પહેલીવાર ઐતિહાસક સપાટીએ!  ત્રણ વર્ષ સુધી નહીં ખૂટે પાણી | Narmada Sardar Sarovar dam water level

પાણી છોડાતા કાંઠાના ગામને એલર્ટ કરાયા
વડોદરાના નર્મદા અને ઢાઢર નદીના કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમ અને દેવ ડેમમાથી પાણી છોડવાને લઇ એલર્ટ કરાયા છે. ઢાઢર નદીના કિનારે આવેલ 36 ગામો અને નર્મદા નદીના કિનારે આવેલા 25 ગામોમાં અલર્ટ પર મૂકાયા છે. નદીમાં પૂર આવવાની સ્થિતિમાં સાવચેતી રાખવા તેમજ સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્રએ અપીલ કરી છે.  સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ ૯,૪૬૦ મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ શક્તિના ૭૦ ટકા એટલે કે, ૬,૬૨૨ મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થતા, ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના (RBPH) માધ્યમથી આશરે ૨૮,૪૬૪ કયુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેમ સરદાર સરોવર નિગમની યાદીમાં જણાવાયું છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.