મોટા ભાગે ચૂંટણીઓ વધુ પોલીંગ સ્ટાફની અવર-જવર માટે એસ.ટી.ની સંખ્યા બંધ બસો રોકી લેવામાં આવે છે
એસ.ટી.નિગમ દ્વારા 4300 બસોની ફાળવણી જુદા-જુદા જિલ્લાઓમાં કરનાર છે.
ગરવી તાકાત, ગાંધીનગર તા. 02 – હાલ અમદાવાદ સહિત રાજય ભરમાં વેકેશન અને લગ્ન ગાળાની સિઝન અંતર્ગત બસો ચિક્કાર દોડી રહી છે. અને વ્યાપક ટ્રાફિક નિકળ્યો છે.ત્યારે, આગામી તા.6 અને 7નાં રોજ આ ટ્રાફિકમાં થોડી બ્રેક લાગી જશે કારણ કે લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવનાર હજારો સરકારી કર્મચારીઓને પોલીંગ બુથ સુધી મતદાન સામગ્રી સાથે પહોંચાડવા અને ત્યાંથી પરત લાવવા માટે એસ.ટી.નિગમની 50-ટકા જેટલી બસો રોકાઈ જવાની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોટા ભાગે ચૂંટણીઓ વધુ પોલીંગ સ્ટાફની અવર-જવર માટે એસ.ટી.ની સંખ્યા બંધ બસો રોકી લેવામાં આવે છે ત્યારે, હવે ગુજરાતમાં, આગામી તા.7 મેના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન થનાર છે. અને આ ચૂંટણીમાં ફરજ બજાવનાર હજારો સરકારી કર્મચારીઓની અવર-જવર માટે એસ.ટી.નિગમ દ્વારા 4300 બસોની ફાળવણી જુદા-જુદા જિલ્લાઓમાં કરનાર છે.
એસટી નિગમનાં સુત્રો માંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ જુદા-જુદા જિલ્લાઓમાં તા.6 અને 7નાં રોજ બસોની ફાળવણી કરી દેવામાં આવનાર છે.ઉલ્લેખનીય બાબતએ પણ છે કે રાજકોટ એસ.ટી.વિભાગ દ્વારા પણ પોલીંગ સ્ટાફની અવર-જવર માટે તા.6 અને 7નાં રોજ 86-બસોની ફાળવણી કરનાર છે.