ગુજરાત સ્થાપના દિવસ, જાણો ગુજરાત કઇ રીતે છૂટું પડેલું? આ રીતે અલગ થયેલા 2 રાજ્યો

May 1, 2024

આજે એટલે કે 1 મે 2024ના રોજ ગુજરાતના 64માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

1 મે 1960ના રોજ બૃહદમુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયાં હતા. 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ

ગરવી તાકાત, મહેસાણા તા. 01 – આજે એટલે કે 1 મે 2024ના રોજ ગુજરાતના 64માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે જ કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર અને ગુજરાતને અલગ-અલગ રાજ્યો જાહેર કર્યા હતા. 1 મે 1960ના રોજ બૃહદમુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયાં હતા. 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હોવાથી આ દિવસને ગુજરાત દિન, ગુજરાત સ્થાપના દિવસ, ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે. ત્યારે આજના આ લેખમાં અમે આપને જણાવીશું કે કેવી રીતે બૃહદમુંબઈમાંથી ગુજરાત અલગ પડ્યું…

Gujarat Day 2024: Check Date, History, Significance, Theme, Posters And  Other Important Facts|ગુજરાત સ્થાપના દિવસ

વાત છે 1956ની…આ સમયે આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા ગુજરાતી ભાષી લોકોને અલગ ગુજરાતની આશા બંધાઈ હતી. એ આશાનું પરિણામ આવ્યું પહેલી મે, 1960ના દિવસે જ્યારે બૃહદમુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયાં. જોકે, ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવા માટે ‘મહાગુજરાત આંદોલનની’ મહત્વની ભૂમિકા રહી છે. આઝાદી પછી ‘મહાગુજરાત આંદોલન’ એ ગુજરાતીઓનું સૌથી મોટું આંદોલન હતું. જેમાં સરઘસો, હડતાળો, વિરોધ પ્રદર્શનો, ગોળીબાર થયા હતા.

ઈન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ કરાયું હતું ‘મહાગુજરાત આંદોલન – ગુજરાતી ભાષા બોલતા પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાતની ચળવળ શરુ થઈ હતી. આ ચળવળ હકીકતમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જ શરુ કરી હતી અને ત્યારબાદ ટૂંક જ સમયમાં આ ચળવળ ‘મહાગુજરાત આંદોલન’માં ફેરવાઈ હતી. મહાગુજરાત ચળવળના મુખ્ય હીરો હતા ઈન્દુલાલ યાજ્ઞિક. તેમણે વર્ષ 1956માં અગલ ગુજરાતની ચળવળને વેગ આપ્યો હતો. દેશ આખામાંથી ભાષાવાર રાજ્યો રચવાની ભલામણ થઈ રહી હતી. જોકે, મુંબઈ રાજ્યનું વિભાજન કરાયું નહોતું. તેની પાછળ ગુજરાત અને મુંબઈના આર્થિક હિત છુપાયેલું હતું. તે સમયે ઘણા રાષ્ટ્રીય નેતાઓ મુંબઈના બે ભાગલા પડે તેવું ઈચ્છતા હતા. જોકે, તે માટે પ્રજા તૈયાર નહોતી અને પછી મહાગુજરાતની ચળવળ શરુ થઈ.

6 ઓગસ્ટ, 1956ના રોજ દ્વિભાષી મુંબઈ રાજ્યની ઘોષણા કરાઇ, ત્યારે ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો ન મળતા ગુજરાતીઓને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો હતો. જે બાદ વિદ્યાર્થીઓનું એક મોટું જૂથ 7 ઓગસ્ટના રોજ કોંગ્રેસના મંત્રી ઠાકોરભાઈ દેસાઈને મળવા પહોંચ્યું હતું. વિદ્યાર્થીઓએ અલગ રાજ્યની માંગ કરી હતી. જોકે, તેમને સંતોષકારક જવાબ ન મળતા હડતાળનું એલાન કરાયું હતું.

8 ઓગસ્ટે કોંગ્રેસ હાઉસ ખાતે થયો હતો અંધાધૂંધ ગોળીબાર – 8મી ઓગસ્ટ 1956ના રોજ હજારો છાત્રો ભદ્ર સ્થિત કોંગ્રેસ હાઉસ ખાતે એકઠાં થયા અને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. આ વચ્ચે કોંગ્રેસ હાઉસ ખાતે ગોળીબાર કરાયો હતો. આ ગોળીબારમાં સુરેશ જયશંકર ભટ્ટ, પુનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઈન્દુલાલ વ્યાસ અને અબ્દુલભાઈ પીરભાઈ વસા એમ ચાર વિદ્યાર્થી શહીદ થયા હતા. જ્યારે અનેકને ઇજાઓ પહોંચી હતી. જેમાં હિન્દુ-મુસ્લિમ બંન્ને કોમના વિદ્યાર્થીઓ હતા. ગોળીબારને કારણે લોકોમાં સરકાર સામે રોષ ફેલાયો હતો. આ હિંસા બાદ શહેરભરમાં દ્વિભાષી મુંબઇ રાજ્યનો વિરોધ શરૂ થઇ ગયો. 8 અને 9 ઓગસ્ટે જોરદાર રમખાણો થયા તથા સરકારી સંપત્તિઓમાં તોડફોડ કરવામાં આવી હતી. હરીપ્રસાદ વ્યાસ તથા પ્રબોધ રાવલે ખુલ્લી જીપમાં શહેરનો પ્રવાસ કર્યો હતો અને છાત્રોને શાંતિ રાખવા અપીલ કરી હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0