— ગુજરાત તેમજ દેશ-વિદેશમાં કોમેડી youtube ચેનલમા મિલિયન ફોલોઅર્સ :
ગરવી તાકાત સરસ્વતી પાટણ : આજના આધુનિક યુગમાં લોકો ને મનોરંજન પ્રત્યે ઘણી રુચિ હોય છે પણ આજના યુગમાં ભાગદોડવાળી જિંદગીમાં લોકોને મનોરંજન મેળવવાનો ઓછો ટાઈમ મળતો હોય છે.ત્યારે આજના જમાનામાં સોશિયલ મીડિયા એક લોકો ને મનોરંજન પૂરું પાડતું માધ્યમ બની રહ્યું છે.અને તેમાં કોમેડી youtube ચેનલ ની વાત કરવામાં આવે તો youtube ચેનલ માં ઘણી બધી કોમેડી ચેનલ ચાલી રહી છે અને લોકો તેને જોવે પણ છે.ત્યારે વાત કરવામાં આવે સરસ્વતી તાલુકાના વામૈયા ગામ ની એસ બી હિન્દુસ્તાની કોમેડી ચેનલ youtube ઉપર કોમેડી મા ધમાલ મચાવી છે.અને હજારો લોકોના કોમેડી મનોરંજન થી દિલ જીત્યા છે.
ત્યારે આજના સમયમાં આ youtube ચેનલના મિલિયન ફોલોઅર્સ થવા જઈ રહ્યા છે.અને આ ટીમને બહુ મોટી સફળતા મળી છે.ત્યારે ભરતસિંહ સાથે વાત કરતાં તેઓ જણાવે છે કે અમને આ કોમેડી વિડીયો બનાવવાની પ્રેરણા આર કે ફેક્ટરી પાટણ નજીક આવેલી છે. ત્યાં અમે કામ કરવા જતા હતા ત્યારે વિડીયો જોવાથી અમને મળી હતી.અને આજે આ પ્રેરણા મળ્યા પછી અમે સફળતા નજીક પહોંચ્યા છીએ.આજે અમારા મિલિયન ફોલોઅસઁ પુરા થયા છે
અને રોજે રોજ ફોલોઓર ની સંખ્યા વધતી જાય તે અમારા માટે આનંદની વાત છે.અને લોકો અમને ચાહે છે.youtube પર જે પણ વિડિયો સ્ટોરી બનાવવામાં આવે છે તે સમાજલક્ષી તેમજ લોકો ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે અને તે સમજવા લાયક પણ હોય છે.સાથે વ્યસન મુક્તિ.અભ્યાસ લક્ષી .સમાજમાં જાગૃતિ લાવવી વગેરે કોમેડી દા્રા લોકો સુધી પહોચાડીએ છીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમે સાથે સમાજસેવાના પણકામ કરીએ છીએ તાજેતરમાં જ રામદેવરા રામદેવપીરના મેળામાં પણ અમે સેવાનો લાભ લોકોને આપ્યો હતો.આજે અમને આનંદ છે કે લોકો અમારી કોમેડી ને પસંદ કરે છે અને આનંદ મેળવે છે.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ – સરસ્વતી પાટણ