અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. વસ્ત્રાલમાં ખુલ્લેઆમ આતંક ફેલાવનાર અસામાજિક તત્વોના ઘરનું ડિમોલિશન કરવામાં આવ્યું. આરોપી રાજવીરસિંહ બિહોલાના ઘરે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ અલ્કેશ જાદવના ઘરે પણ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.
પોલીસે જાહેરમાં આરોપીની માફી મંગાવી ઉઠક બેઠક કરાવી છે. ડિમોલેશન કરવા જતા આરોપીઓના પરિવારની મહિલાઓએ હોબાળો મચાવ્યો છે. રાજવીર તોડફોડ સમયે હાજર નહીં હોવાનો આક્ષેપ કર્યો છે. મહિલાઓએ પણ આત્મવિલોપનની ચીમકી આપી છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે
અમદાવાદના વસ્ત્રાલમાં જૂની અદાવતમાં અસામાજિક તત્ત્વોએ રોડ-રસ્તા બાનમાં લઈ જાહેરમાં આતંક મચાવ્યો હતો, એને લઈને ગઈકાલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. ત્યાર બાદ આજે 14 પૈકીના 7 આરોપીએ પોતાનાં મકાનો પણ ગેરકાયદે ઊભા કરી દીધા હોવાનું ધ્યાન પર આવતાં અમદાવાદ મનપાની ટીમ પોલીસ-બંદોબસ્ત સાથે ડિમોલિશન માટે પહોંચી હતી. સાત આરોપીનાં ગેરકાયદે મકાનોનું ડિમોલિશન
શરૂ કરાતાં જ આરોપીઓનાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો, જોકે હાજર પોલીસ જવાનોએ સ્થિતિ કંટ્રોલમાં કરી ડિમોલિશન કામગીરી યથાવત્ રાખી હતી. અમદાવાદ પોલીસ કમિશનર પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.
આરોપીઓના ઘર પર ફરી વળશે બુલડોઝર
બીજી તરફ શ્યામ કામલે નામના આરોપીના ઘરે પણ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. AMC દ્વારા પોલીસ
બંદોબસ્ત સાથે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ભાઈપુરા વિસ્તારમાં આવેલા ગેરકાયદે મકાન તોડી પડાયા છે. પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
ડિમોલિશન કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. ડિમોલિશન થતા ત્રણેય મકાનોની સમીક્ષા કરી છે. પકડાયેલા 14 આરોપીમાંથી 7 આરોપીઓના મકાન ગેરકાયદે બનાવવામાં આવ્યા હતા. સાતેય મકાનો તબક્કાવાર તોડી પાડવામાં આવશે. આજે ત્રણ મકાનોનું ડિમોલેશન કરવામાં આવેશે.
બે જૂથે અંગત અદાવતમાં ઝઘડો કરી આતંક મચાવ્યો હતો વસ્ત્રાલના મહાદેવનગર નજીક જૂની અદાવતમાં પંકજ ભાવસાર અને સંગ્રામ નામના લોકોની ગેંગ એકબીજાને મારવા માટે ફરતી હતી, પરંતુ એકબીજાના માણસો મળતા ન હતા. આ સમયે ટોળું એકઠા થઈને મહાદેવનગર નિરાંત ચોકડી તરફ આગળ વધ્યું અને રસ્તામાં જે પણ આવતું તેનાં વાહનોમાં તોડફોડ કરીને માર મારતા હતા. આરોપીઓએ પથ્થરમારો કરીને ખુલ્લી તલવાર સાથેના આતંક મચાવ્યો હતો. જઈ રહેલા લોકોને ગંદી ગાળો બોલી માર મારતા હતા.
આરોપીઓનાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો અમરાઈવાડી અને ખોખરા વિસ્તારમાં રહેતા આરોપીઓનાં ઘરે આજે જ્યારે પોલીસ અને મનપાની ટીમ ડિમોલિશન માટે પહોંચી ત્યારે કેટલાક પરિવારોએ હોબાળો મચાવ્યો હતો અને કામગીરીનો વિરોધ કર્યો હતો.
આ પાંચ આરોપીઓના ગેરકાયદે મકાન તોડી પડાયા આયુષ અશોકસિંહ રાજપૂત, 71, ગણેશ નગર, અજય ટેનામેન્ટ રોડ, અમરાઈવાડી અલકેશ યાદવ, કુકુભાઈની ચાલી,ઘનશ્યામનગર અમરાઈવાડી શ્યામ કામલે, ભાઈપુરા,ભગવાનદાસની ચાલી,મદ્રાસી મંદિર સામે હાટકેશ્વર ખોખરા રાજવીરસિંહ બિહોલા, સત્યનારાયણનગર, જૂની દેના બેંક પાસે અમરાઈવાડી રોહિત કિશન સોનવણે, પંજાબી તાળાની ચાલી, ભાઈપુરા
વસ્ત્રાલમાં આતંક મચાવનારા અન્ય આરોપીઓનાના નામ અલદીપ મૌર્ય પ્રદીપ તિવારી મયુર મરાઠી અંકિત રાજપૂત દીપક કુશવાહ આસીલ મકવાણા વિકાસ પરિહાર નિખિલ ચૌહાણ પંકજ