રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મહેસાણા જિલ્લાની બે દિવસીય મુલાકાતે…

September 20, 2025

-> સતલાસણા તાલુકાના જશપુરીયાના ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત :

->રાજ્યપાલશ્રીએ સ્થાનિક સફાઈકર્મીઓ અને ગ્રામજનો સાથે સફાઈ અભિયાન હાથ ધર્યું :

-> રાજ્યપાલશ્રીએ “એક પેડ માઁ કે નામ” 2.0 અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું :

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું સતલાસણા તાલુકાના જશપુરીયા ગામે ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. રાજ્યપાલશ્રીએ ગ્રામજનોનું અભિવાદન ઝીલ્યું હતું. આ તકે રાજપાલશ્રી નાના ભુલકાઓને સ્નેહ કરતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત રાજ્યપાલશ્રીએ નાના બાળકો અને વડીલો સાથે સહજ સંવાદ કરી તેમના સરળ વ્યક્તિત્વનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ “એક પેડ માઁ કે નામ” 2.0 અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.

મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ વડનું વૃક્ષ રોપીને પર્યાવરણ સંરક્ષણ થકી હરિયાળા ગુજરાતનો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત રાજ્યપાલશ્રીએ સ્થાનિક સફાઈકર્મીઓ અને ગ્રામજનો સાથે સ્વચ્છતા હાથ ધર્યું હતું. સ્વચ્છતા બાદ રાજ્યપાલશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનો ઉલ્લેખ કરતા ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું.

તેમણે ગામના સફાઈ કર્મીઓને બિરદાવ્યા હતા અને સ્વચ્છતાને સંસ્કાર બનાવવાની પણ તેમણે અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં મહેસાણા લોકસભા સાંસદશ્રી હરિભાઈ પટેલ, પાટણ લોકસભા સાંસદશ્રી ભરતસિંહ ડાભી, રાજ્યસભા સાંસદશ્રી મયંકભાઇ નાયક, ખેરાલુ ધારાસભ્યશ્રી સરદારભાઈ ચૌધરી, જિલ્લા કલેકટરશ્રી એસ. કે. પ્રજાપતિ,

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. હસરત જૈસમીન, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટરશ્રી જશવંત કે. જેગોડા અને ગામના સરપંચશ્રી રાજેન્દ્રકુમાર ચૌધરી, સંબંધિત અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0