સરકારી પેનલની ભલામણ – કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે 12 થી 16 અઠવાડીયાની ગેપ રાખવામાં આવે

May 13, 2021

ગુરુવારે સત્તાવાર સૂત્રોએ  માહિતી આપી હતી કે, સરકારના રાષ્ટ્રીય ટીકાકરણ ટેકનિકલ સલાહકાર સમુહ (એનજીટીઆઈ) એ કોવિડ -19 એન્ટી-કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનો તફાવત વધારીને 12-16 અઠવાડિયા કરવાની ભલામણ કરી છે. કોવેક્સિનના ડોઝ વચ્ચેના અંતરાલમાં કોઈ ફેરફાર કરવાની ભલામણ કરવામાં આવી નથી.

એનટીએજીઆઈ, એ જણાવ્યુ હતુ કે,  સગર્ભા સ્ત્રીઓને કોઈ પણ કોવિડ -19 રસી લેવાનો વિકલ્પ આપી શકાય છે અને સ્તનપાન કરાવતી મહિલાઓ જન્મ આપ્યા પછી કોઈપણ સમયે રસી આપી શકે છે.

આધારભુત સુત્રો મુજબ જે લોકો કોરોનાથી પીડિત છે અને તેમને સાર્સ-સીઓવી -2 ચેપ લાગ્યો છે, તેઓને તંદુરસ્ત થયા પછી 6 મહિના સુધી રસી ન લેવી જોઈએ. વર્તમાન પ્રોટોકોલ હેઠળ, રસી પુન રીકવરી પછી 4થી8  અઠવાડિયાના અંતરે રસી આપવામાં આવે છે. યુકેના, કોવિડ -19 કાર્યકારી સમુહે કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેના સમયગાળામાં 12 થી 16 અઠવાડિયા સુધી સંમતિ આપી છે. પરંતુ કોવેક્સિનના ડોઝ વચ્ચેના સમયગાળામાં કોઈ ફેરફાર કરવાની ભલામણ કરવામાં આવી નથી.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0