ગરવી તાકાત મહેસાણા : ઊંઝાથી મુદ્રા પોર્ટ જઈ રહેલા ₹20.42 લાખના જીરું અને ગ્રીન ઈલાયચી સહિતના માલસામાનની ચોરી થઈ કન્ટેનર ચાલકો દ્વારા આ ચોરી આચરવામાં આવી હોવાની ફરિયાદ ઊંઝા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ પોલીસે ત્રણ ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી પ્રાપ્ત માહિતી અનુસાર, ઊંઝા શહેરના ગોળાઈ ગેટ નંબર 8 સામે આવેલા ક્રિષ્ના મિલ કમ્પાઉન્ડમાંથી જુદા જુદા કન્ટેનરો મારફતે જીરું, ગ્રીન ઈલાયચી સહિતનો કુલ ₹20,42,804.12 નો માલ મુદ્રા પોર્ટ ખાતે મોકલવામાં આવ્યો.
![]()
સરસ્વતી સોસાયટી, ઊંઝા ખાતે રહેતા અને સુમન એક્સપોર્ટમાં મેનેજર તરીકે કાર્યરત જીતેનકુમાર અગ્રવાલે આ અંગે ફરિયાદ નોંધાવી તેમણે જણાવ્યું કે, 12 નવેમ્બર 2025 થી 6 ફેબ્રુઆરી 2026 દરમિયાન દુબઈ અને મલેશિયા સહિતના દેશોમાં મોકલાયેલી ચીજવસ્તુઓ જ્યારે મૂળ સ્થળે પહોંચી ત્યારે દરેક કન્ટેનરમાં માલની ઘટ જોવા મળી તપાસ કરતા, કુલ ₹20,42,804.12 ની કિંમતના જીરું અને ગ્રીન ઈલાયચી સહિતના માલની ઘટ જણાઈ.

આ ચોરી ઊંઝાથી મુદ્રા જવાના રસ્તા પર ક્યાંક થઈ હોવાનું અને ગુનાહિત વિશ્વાસઘાત થયો હોવાનું માલુમ પડ્યું આ મામલે બંકારામ એદારામ (રહે. બાડમેર, રાજસ્થાન), રાજેશકુમાર ભોલારામ (રહે. બનોની કાકડોન કી ધાની, જી. બાડમેર, રાજસ્થાન) અને જસારામ પદમારામ (રહે. પણજી, તા. બાયતું, જી. બાડમેર, રાજસ્થાન) સામે ફરિયાદ નોંધાવવામાં આવી ઊંઝા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


