પાટણની HNGU ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સુવર્ણ પદક એનાયત અને પદવીદાન સમારોહ યોજાયો

July 25, 2025

ગરવી તાકાત પાટણ : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સુવર્ણ પદક એનાયત અને પદવીદાન સમારોહ યોજાયો સમારોહમાં 359 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા શિક્ષણ અને સમાજ માટે યોગદાન આપનાર બે મહાનુભાવોને ડી.લિટની માનદ પદવી એનાયત કરવામાં આવી. યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલ પદવીદાન સમારોહમાં વર્ષ 2020ના 103, વર્ષ 2021ના 86, વર્ષ 2022ના 88 તથા વર્ષ 2023ના 82 મળી વિવિધ વિદ્યાશાખાના કુલ 359 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા.

413 students get gold medals at Hemchandracharya North Gujarat University | હેમચંદ્રાચાર્ય  યુનિવર્સિટીમાં 413 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ મળશે: રાજ્યપાલના હસ્તે બે ...

સૌથી વધુ 230 વિદ્યાર્થીઓ અને 129 વિદ્યાર્થીનીઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા રાજ્યપાલે પદવી ધારણ કરનાર વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓએ મેળવેલ જ્ઞાનનો પરિવાર, સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ માટે ઉપયોગ કરવો એ જ પરમ કર્તવ્ય છે. રાજ્યપાલના હસ્તે ચાર વિદ્યાર્થીનીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવી હતી. રાજ્યપાલે નોંધ્યું કે રાજ્યની 32 યુનિવર્સિટીઓના પદવીદાન સમારોહમાં મોટાભાગે 80 ટકા વિદ્યાર્થીનીઓ ગોલ્ડ મેડલ મેળવે છે.

આ ઉપરાંત માનદ પદવી મેળવનાર જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર ડૉ. કપિલ કપૂર અને પુનરુત્થાન વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર ઇન્દુમતી કાટદરેને શુભેચ્છાઓ પાઠવી હતી. સમારોહમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉ. જયંતિ ભાડેસિયા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રોહિત દેસાઈ, કલેકટર સહિત વિવિધ વિદ્યાશાખાના ડીનઓ, અધ્યાપકો, કારોબારી સભ્યો, ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0