દેશમાં કોરોનાના સંક્રમણ દર મામલે ગોવામાં સૌથી વધુ કેસ જાેવા મળી રહ્યા છે. નવા વર્ષની ઉજવણી બાદ ગોવામાં ચેપનો દર વધીને ૨૬.૪૩ ટકા થઈ ગયો છે. સોમવારે, ગોવામાં ૬૩૧ નવા કેસ નોંધાયા હતા, જ્યારે એક દિવસ પહેલા નવા કેસોની સંખ્યા ૩૮૮ હતી. એક જ દિવસમાં ચેપનો દર અઢી ગણો વધી ગયો. સંક્રમણ દરના મામલે ગોવા નંબર વન પર આવી ગયું છે
પણજીથી બહાર આવેલા સરકારી આંકડા અનુસાર, સોમવારે ગોવામાં કોરોના સંક્રમણનો દર વધીને ૨૬.૪૩ ટકા થઈ ગયો છે, જે દેશમાં સૌથી વધુ છે. એક દિવસ પહેલા રવિવારે ગોવામાં ચેપનો દર ૧૦.૭ ટકા હતો. અગાઉ મે ૨૦૨૦માં અહીં ચેપનો દર વધીને ૪૩ ટકા થઈ ગયો હતો. ફરી એકવાર અહીં સ્થિતિ બગડતી જાેવા મળી રહી છે
આ જ કારણ છે કે આ સમયે ગોવાની સરકાર સંપૂર્ણ એક્શનમાં જાેવા મળી રહી છે.મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ટાસ્ક ફોર્સની બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. ગોવામાં ૨૬ જાન્યુઆરી સુધી શાળા અને કોલેજાે બંધ રાખવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં ઘણી વધુ કડક તૈયારીઓ કરવામાં આવી રહી છે
બીજી તરફ કોર્ડેલિયા ક્રૂઝ પણ ચર્ચામાં છે જે છેલ્લા ૫ દિવસથી ગોવાના દરિયામાં ઉભું છે. આ ક્રુઝના ૨૦૦૦ મુસાફરોમાંથી ૬૬ લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ રાજ્ય સરકારે આ તમામ લોકોને ગોવામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો છે. હવે ક્રુઝ પરના લોકો ત્યાં ફસાયેલા છે. આ જહાજ મોરગાઓ પોર્ટ ક્રુઝ ટર્મિનલ પાસે પાર્ક કરવામાં આવ્યું છે. એક ખાનગી કંપનીનું આ જહાજ રવિવારે ગોવાના મોરગાવ પોર્ટ ટ્રસ્ટ પહોંચ્યું હતું. આ એ જ ક્રૂઝ છે જેના પર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને પાર્ટી કરી હતી
ન્યુજ એજન્સી