ગરવી તાકાત વિજાપુર : વિજાપુરના હીરપુરા ગામે ચેકડેમ પર કાર્યરત જીઆઈએસએફ ગનમેન સાથે ગામના શખ્સે ગંભીર ઘટના આચરી અનોડીયા ગામના પ્રતાપસિંહ રાઠોડ જે ચેકડેમ પર ગનમેન તરીકે ફરજ બજાવે તેમના પર હીરપુરા ગામના સૂરપાલસિંહ રાઠોડે હુમલો કર્યો.
![]()
સાંજે સૂરપાલસિંહ ચેકડેમ પર આવ્યા તેમણે પ્રતાપસિંહ સાથે ઝઘડો કર્યો અને મારપીટ કરી આરોપીએ ધમકી આપી કે આ તેમના ગામની જમીન છે અને ચેકડેમ પણ તેમની જમીનમાં બનેલો તેમણે ગનમેનને આવતીકાલથી નોકરી પર ન આવવાની ધમકી આપી.

એટલું જ નહીં, આરોપીએ ચેકડેમની ઓફિસમાં તોડફોડ કરી અને સરકારી મિલકતને 30 000 રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું આ મામલે પ્રતાપસિંહ રાઠોડે સૂરપાલસિંહ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી.


