ગણપત યુનિવર્સિટી ન્યૂઝ.
ગણપત યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટી દ્વારા યોજાઈ એક રાષ્ટ્રીય કક્ષાનો વર્કશોપ
” એનાલિટીકલ ટેકનિક્સ : સ્પેકસ્ટ્રોસ્કોપી અને
ક્રોમેટોગ્રાફી ” વિષય ઉપરના આ બે દિવસીય કાર્ય-શિબિરમાં દેશભરમાંથી 81 જેટલાં વિદ્યાર્થીઓ, સંશોધકો અને પ્રાધ્યાપકો બન્યા સહભાગી
ગણપત યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટીની શ્રી એસ. કે. પટેલ કોલેજ ફાર્મસી એજ્યુકેશન એન્ડ રિસર્ચ દ્વારા તાજેતરમાં એક રાષ્ટ્રીય કક્ષાનો બે દિવસીય કાર્ય શિબિર યોજાઈ ગયો, જેનો વિષય હતો એનાલિટિકલ ટેકનિક્સ : સ્પેક્ટ્રોસ્કોપી એન્ડ ક્રોમેટોગ્રાફી “
નેશનલ લેવલના આ બે દિવસીય વર્કશોપના આયોજનમાં રાજ્યના ” ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન ” અને ” ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ગુજરાત”નો સહયોગ પણ ગણપત યુનિવર્સિટીને સાંપડ્યો હતો.

દેશભરમાંથી 81 જેટલા સ્નાતક, અનુસ્નાતક, અભ્યાસુ સંશોધકો અને પ્રાધ્યાપકોએ આ જ્ઞાનમંચનો લાભ લીધો હતો.
ગણપત યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટીના એક્ઝિક્યુટિવ ડીન અને ફાર્મસી કોલેજના આચાર્ય ડો. શ્રી પી.ડી. ભારડિયાએ ઉદઘાટન સમારંભમાં સૌ નિષ્ણાતો, સહભાગીઓ અને આમંત્રિત મહેમાનોને આવકારતા આવા વર્કશોપના આયોજનની ભૂમિકા અને મહત્વ સમજાવ્યાં હતાં તો વર્કશોપના કો-ઓર્ડીનેટર પ્રો. ડો. શ્રી એસ.એ.પટેલે સમગ્ર આયોજનની રૂપરેખા આપી હતી. બેંગ્લોરના પ્રખ્યાત ફાર્મા કન્સલ્ટન્ટ ડો. જયતીર્થ ગોપાલકૃષ્ણ આ અવસરે મહેમાન તરીકે ઉપસ્થિત હતા જેમણે પોતાના જ્ઞાન અને અનુભવ સૌ ઉપસ્થિતો સાથે વહેંચી અને વર્કશોપની સફળતા માટે આશીર્વાદ પાઠવ્યા હતા.
ગણપત યુનિવર્સિટીના દાતા-અધિષ્ટાતા અને પ્રમુખ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ-દાદાએ પણ આ વર્કશોપના ઉદઘાટનમાં ખાસ ઉપસ્થિત રહી સૌને શુભકામનાઓ પાઠવવા ઉપરાંત આવા કાર્ય શિબિરોમાં સહભાગી થવાના શૈક્ષણિક લાભો વિશે પણ વાત કરી હતી.
ફાર્મસી ફેકલ્ટીના એસોસિએટ એક્ઝિક્યુટિવ ડીન ડો. પીયુ.પટેલ, એપ્લિકેશન સ્પેશિયાલિસ્ટ શ્રી સરોજ કટારા અને સ્પિન્કો બાયોટેકના સીનિયર સેલ્સ એક્ઝિક્યુટિવ શ્રી ખુશાલ પ્રજાપતિએ પણ આયોજનની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.
શ્રી સરોજ કટારા અને શ્રી ખુશાલ પ્રજાપતિએ આ અવસરે એમનું ચાવીરૂપ વક્તવ્ય પણ આપી શ્રોતાઓને પોતાના જ્ઞાનથી પ્રભાવિત કર્યા હતા ગણપતિ યુનિવર્સિટી ની ફાર્મસી ફેકલ્ટીના ઇન્સ્ટિટયૂટ ઓફ ફાર્મસીના આચાર્ય ડોક્ટર શ્રી સંજીવ આચાર્યએ ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ અભ્યાસુ સંશોધકો નિષ્ણાતો અને આમંત્રિત મહાનુભાવોનો આ શિબિરમાં સહભાગી થવા બદલ આભાર માની આનંદ વ્યક્ત કર્યો હતો.
આ બે દિવસીય કાર્ય-શિબિરમાં વિવિધ વિષયો પર થીયરી અને પ્રેક્ટીકલ્સ સાથેના સેશન્સ પણ યોજાયા હતા જેમાં —
( 1 ) બેઝિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ એપ્લિકેશન,
( 2 ) બેઝિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ એપ્લિકેશન્સ ઓફ એચપીસીએલ થિયરી એન્ડ ડેમોસ્ટ્રેશન
અને —
( 3 ) બેઝિકસ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ એપ્લિકેશન્સ ઓફ યુ.વી. વિઝીબલ્સ સ્પેક્ટ્રોસ્કોપી — થિયરી એન્ડ ડેમોસ્ટ્રેશનનો સમાવેશ થાય છે.
આ વિવિધ સેશન્સમાં શ્રી એસ.કે પટેલ ફાર્મસી કોલેજના આસિ. પ્રો. શ્રી માનસી. આર. પટેલ, એલ.એમ. ફાર્મસી કોલેજના પ્રો. ડો. કુંજન બોડીવાલા શ્રી એસ.કે પટેલ ફાર્મસી કોલેજના આસિ. પ્રો. શ્રી જાનવી જોશી, સ્પિન્કો બાયોટેક લિમિટેડના એપ્લિકેશન સ્પેશિયાલિસ્ટ શ્રી સરોજકુમાર કટારા, શ્રી એસ. કે. પટેલ કોલેજના આસિ. પ્રો. રિદ્ધિ જે. જાની, ઇન્ડસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસીના એસો. પ્રો. શ્રી દિપ્તી પટેલે વિવિધ સેશન્સમાં ચેર પર્સન અને નિષ્ણાત તરીકે સેવાઓ આપી હતી તો ગણપત યુનિવર્સિટીના સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર શ્રી પ્રશાંત દાસે પણ એક પ્રેક્ટીકલ સેશનમાં સેવાઓ આપી હતી .
આ બે દિવસીય વર્કશોપની સફળતા માટે કો-ઓર્ડિનેટર ડો.સતીશ એ. પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.