મહેસાણા પેરોલ ફ્લો સ્ક્વોડે મર્ડરના ગુનામાં આજીવન કેદ પામેલા ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી 15 દિવસની પેરોલ પર છુટ્યો હતો. પરંતુ બાદમાં સમયસર હાજર થયેલ નહી અને ફરાર થઈ ગયો હતો. જેથી આ આરોપીને ઝડપી પાડવા પોલીસતંત્રએ ચક્રોગતીમાન કર્યા હતા.
આ પણ વાંચો – ખેરાલુના આંગડિયાકર્મી પાસેથી 7.34 લાખ રૂપીયા ભરેલી બેગની ચીલ ઝડપ કરી આરોપીઓ ફરાર
મહેસાણા જીલ્લાના કડી તાલુકામાં આવેલ ઘુઘલા ગામનો ઠાકોર લાભુજી ગોપાળજી નામના આરોપીને મર્ડન કેસના ગુનામાં આજીવન કેદ થઈ છે. જેથી તેને અમદાવાદની સેન્ટ્રલ જેલમાં ધકેલવામાં આવ્યો હતો. આ દરમ્યાન તે 15 દિવસના પેરોલ પર બહાર આવ્યો હતો. પરંતુ સમયસર હાજર નહી થતાં પોલીસતંત્રએ તપાસ હાથ ધરી તો સામે આવ્યુ હતુ કે આરોપી ફરાર થઈ ગયો છે. જેથી તેને ઝડપી પાડવા ચક્રોગતીમાન કર્યા હતા. આ દરમ્યાન મહેસાણા પેરોલ સ્ક્વોર્ડ બાતમી આધારે આરોપીને તેના રહેણાક સ્થળેથી ઝડપી પાડી અમદાવાદ સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો.