સ્મૃતિ ઈરાનીથી લઈ અનુરાગ ઠાકુર સુધીના આ દિગ્ગજો મંત્રી મંડળમાંથી ગુમ!

June 9, 2024

20 દિગ્ગજોના નામ સામે આવ્યા છે, જેમણે મોદી સરકાર 2.0માં ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારીઓ આપવામાં આવી હતી, પરંતુ આ વખતે તેમના નામ યાદીમાંથી ગાયબ

નવી દિલ્હી તા. 09 – મોદી સરકાર 3.0 ના શપથ ગ્રહણની તૈયારીઓ દિલ્હીમાં પૂરજોશમાં ચાલી રહી છે. તે દરમિયાન દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. જે સાંસદો સુધી ફોન પહોંચ્યો છે તેઓ ખુશીથી શપથ ગ્રહણ સમારોહની તૈયારી કરી રહ્યા છે. પરંતુ ફોન ન આવતા વરિષ્ઠ સાંસદોને લઈને શંકાઓની સ્થિતિ બનેલી છે.

Punjab By-Elections: Smirti Irani, Anurag Thakur Among 40 Star Campaigners  For Jalandhar Parliamentary Seat

એવામાં બીજેપીના 20 દિગ્ગજોના નામ સામે આવ્યા છે, જેમણે મોદી સરકાર 2.0માં ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારીઓ આપવામાં આવી હતી, પરંતુ આ વખતે તેમના નામ યાદીમાંથી ગાયબ છે. અત્યાર સુધી ન તો તેમને ફોન આવ્યો છે કે ન તો તેઓ પીએમ આવાસ પર યોજાયેલી મીટિંગમાં સામેલ થયા છે. જો કે આમાં ઘણા એવા નામ છે જેઓ ચૂંટણી જીતી શક્યા નથી.

શપથગ્રહણ પહેલા પ્રધાનમંત્રી આવાસ પર પહોંચેલા લોકોમાં 22 સાંસદો પણ સામેલ હતા. જેમાં 1. સર્બાનંદ સોનોવાલ, 2. ચિરાગ પાસવાન, 3. અન્નપૂર્ણા દેવી, 4. મનોહર લાલ ખટ્ટર, 5. શિવરાજ સિંહ ચૌહાણ, 6. ભગીરથ ચૌધરી, 7. કિરેન રિજિજુ, 8. જિતિન પ્રસાદ, 9. એચડી કુમારસ્વામી, 10. જ્યોતિરાદિત્ય સિંધિયા, 11. નિર્મલા સીતારમણ, 12. રવનીત બિટ્ટુ, 13. અજય તમટા, 14. રાવ ઈન્દ્રજીત સિંહ, 15. નિત્યાનંદ રાય, 16. જીતન રામ માંઝી, 17. ધર્મેન્દ્ર પ્રધાન, 18. ગજેન્દ્ર સિંહ શેખાવત, 19. હર્ષ મલ્હોત્રા, 20. એસ જયશંકર, 21. સીઆર પાટીલ, 22. કૃષ્ણપાલ ગુર્જર સામેલ છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0