વહીવટી તંત્ર રસ્તો બંધ છે એવા બોર્ડ મારીને તેમજ પોલીસના બેરીગેટ મારીને પોતાની જવાબદારીથી છટકી રહ્યા છે
શિહોરીથી પાટણ જવાનો જે રસ્તો હતો તે બનાસ નદીના પાણી આવતા રસ્તો ધોવાઈ ગયો છે
જો કોઈ મોટો અકસ્માત સર્જાયો કે જો કોઈ મોટી જાનહાની થઈ તો જવાબદાર કોણ રહેશે
ગરવી તાકાત, બનાસકાંઠા તા. 03 – શિહોરીથી પાટણ જવા માટે લોકો મોતની મુસાફરી કરી રહ્યા છે. શિહોરીથી પાટણ જવાનો જે રસ્તો હતો તે બનાસ નદીના પાણી આવતા રસ્તો ધોવાઈ ગયો છે. જેના કારણે લોકો પાટણથી શિહોરી અને શિહોરીથી પાટણ જવા માટે 800 મીટર લાંબા રેલવે ઓવર બ્રિજ આવેલ રેલવે ટ્રેક પરથી ચાલીને જવા મજબૂર બન્યા છે. ટ્રેક પર જ્યારે રેલવે આવે છે ત્યારે મોટી જાનહાની કે અકસ્માત થવાની શક્યતાઓ પણ સેવાય છે. કિલોમીટર, પૈસા અને સમય બચાવવાના ચક્કરમાં લોકો જે છે તે મોતની મુસાફરી કરી રહ્યા છે. તો બીજી તરફ બનાસકાંઠા પોલીસ અને બનાસકાંઠાનું વહીવટી તંત્ર માત્ર તમાશો જોઈ રહ્યું છે.

બનાસકાંઠાના શિહોરી પાસે આવેલા ઉબરીના રેલવે ઓવરબ્રિજના ઉબરી રેલવે ઓવરબરીઝ પરથી લોકો મોતની મુસાફરી કરવા મજબૂર બન્યા છે. દસ કે બાર લોકો નહીં પરંતુ રોજના હજારો લોકો રેલવે ટ્રેક પરથી મોતની મુસાફરી કરી રહ્યા છે. નાના નાના બાળકો સાથે માતા પિતા રેલવે બ્રિજ પરથી મુસાફરી કરી રહ્યા છે. તો દર્દીઓ પણ પોતાના સંબંધીઓ સાથે રેલવે ટ્રેક પર ચાલી રહ્યા છે. સરકારી કર્મચારીઓ પણ આજ રેલવે ઓવરબ્રિઝ પર આવેલ ટ્રેક પરથી મોતની મુસાફરી કરી રહ્યા છે.

જ્યારે લોકો 800 મિટર લાંબા રેલવે ઓવરબ્રિઝ પર આવેલા રેલવે ટ્રેક પરથી ચાલતા જઇ રહ્યા છે. રેલવે ટ્રેક પરથી ચાલતા જવાનું કારણ ચોકાવનારું છે.

પાટણથી શિહોરી અને શિહોરીથી પાટણ જવા માટે ઉંબરી પાસેથી પસાર થતી બનાસ નદી પર બ્રિઝ બનાવેલો હતો. પરંતુ 2017 બાદ ઓવર બ્રિજ જર્જરિત થઈ જતા 2020માં આ બ્રિજને તોડીને નવો ઓવર બ્રિજ બનાવવાનું નક્કી થયું હતું અને તે બાદ એક નાળુ બનાવી દેવામાં આવ્યું હતું.

આ નાળું ઉપરવાસમાં ભારે વરસાદ થતાં અને દાંતીવાડા ડેમના દરવાજા ખુલાતા બનાસ નદીના પટમાં બંને કાંઠે પાણી આવતા આ નાળું પણ ધોવાઈ ગયું હતું અને નાળુ ધોવાઈ જતા લોકોને પાટણથી શિહોરી અને શિહોરી પાટણ જવું હોય તો ડીસા કે રાધનપુર થઈને જવું પડે તે 100 કિલોમીટર ઉપર થતો હોવાથી અને સમય તેમજ ભાડું પણ વધારે થતું હોવાથી લોકો અત્યારે આ રેલ્વે ટ્રેક પરથી જીવના જોખમે નીકળવા મજબૂત બન્યા છે. નવા ઓવરબ્રિઝનું કામ ગોકલગતિએ ચાલતું હોવાથી નવો ઓવર બ્રિઝ ક્યારે બનશે તેને લઈને પણ પ્રશ્નાર્થ છે.

બીજી તરફ જેમની જવાબદારી લોકોને બચાવવાની આવે છે તે વહીવટી તંત્ર રસ્તો બંધ છે એવા બોર્ડ મારીને તેમજ પોલીસના બેરીગેટ મારીને પોતાની જવાબદારીથી છટકી રહ્યા છે. જો કોઈ મોટો અકસ્માત સર્જાયો કે જો કોઈ મોટી જાનહાની થઈ તો જવાબદાર કોણ રહેશે.

છે. નવા ઓવરબ્રિઝનું કામ ગોકલગતિએ ચાલતું હોવાથી નવો ઓવર બ્રિઝ ક્યારે બનશે તેને લઈને પણ પ્રશ્નાર્થ છે.


