પાટણ : અમદાવાદના બોડકદેવ વિસ્તારના વિઝા એજન્ટે ચાર પરિવારો સાથે મોટી છેતરપિંડી આચરી. આરોપી જૈમિન શાહ, તેમની પત્ની અનુજાબેન અને ભાગીદાર શીખા ગોસ્વામી સામે ફરિયાદ નોંધાઈ. સરસ્વતિ તાલુકાના સરિયદ ગામના અરવિંદભાઈ પ્રજાપતિએ પાટણની એલસીબી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.
આરોપીઓએ સરિયદના જીગર અને જાનકીબેન પાસેથી 37 લાખ, વિપુલભાઈ અને દર્શનાબેન પાસેથી 37 લાખ, સચિનભાઈ જોશી પાસેથી 7 લાખ તથા પાટણ તાલુકાના રણુંજ ગામના રજનીકાંત નાઈ પાસેથી 23 લાખ રૂપિયા પડાવ્યા.આરોપીઓએ લંડનના વર્ક પરમિટ વિઝા અપાવવાના નામે કુલ 1.04 કરોડ રૂપિયા લીધા.
પૈસા લીધા બાદ તેમણે કોઈનું કામ કર્યું નથી. ફરિયાદીએ પૈસા પરત માંગતા આરોપીઓએ આપેલા તમામ ચેક રિટર્ન થયા હતા. ફરિયાદી અરવિંદભાઈએ પોલીસને કંપનીની પહોંચ અને બેંક સ્ટેટમેન્ટ સહિતના પુરાવા સુપ્રત કર્યા છે. પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.