ઊંઝામાં લૂંટના ગનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને મહેસાણા એલસીબી અને ઊંઝા પોલીસ ઝડપી પાડ્યાં
ઊંઝામાં એક ઇસમને માથામાં લોખંડની પાઇપ ફટકારી એક લાખની ચેઇન તથા 20 હજારની ઘડિયાની લૂંટ ચલાવી હતી
મહેસાણા એલસીબીની ટીમે ગણતરીના દિવસોમાં ચારેય લૂંટારુઓને દબોચી લીધા
ગરવી તાકાત, મહેસાણા તા. 15 – (Sohan Thakor) – ઊંઝા પોલીસ સ્ટેશનમાં લૂંટ જેવા ગંભીર પ્રકારના ગુન્હામાં સંડોવાયેલા ચાર લૂંટારુને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વણઉકલ્યા ગુનાનો ભેદ ઉકેલી પ્રશસનીયક કામગીરી કરી હતી.
ઇન્ચાર્જ મહેસાણા જિલ્લા પોલીસવડાએ લૂંટ, પ્રોહિબીશન સહિતના તમામ ગુન્હાઓમાં સંડોવાયેલા ગુનેગારોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવા આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ એસ.એસ.નિનામાના નેતૃત્વ હેઠળ એલસીબી પીએસ.આઇ એમ.પી.ચૌધરી, ઊંઝા પીઆઇ પી.ડી.દરજી, ઊંઝા પીએસઆઇ એન.બી.સિંધવ, એએસઆઇ જયેશકુમાર, મહેન્દ્રભાઇ, એ.હેકો. જયસિંહ, બ્રિજેશકુમાર, રાજેન્દ્રસિંહ, પોકો. અક્ષયસિંહ, મનીષભાઇ, જગદીશભાઇ, ભાવેશભાઇ સહિતની ટીમે ઊંઝામાં થયેલી લૂંટના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી લેવાની તજવીજમાં ચાર લૂંટારુને ઝડપી પાડવામાં સફળતાં મેળવી હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળતાં અહેવાલો મુજબ ગત તા. 10-04-2024ના રોજ ઊંઝા હાઇવે સર્કલ પાસે આવેલ ભવન કોમ્પલેક્ષ ખાતે પ્રોબોદભાઇ નરેશભાઇ શર્મા રહે. ઊંઝાવાળા સાંજના છ વાગ્યાના સુમારે ઊભા હતા તે દરમિયાન સફેદ કલરની હુન્ડાઇ વર્ના કારમાં આવેલા ચાર શખ્સો મોઢા ઉપર માસ્ક પહેરી ફરિયાદીને લોખંડની પાઇપ માથામાં ફટકારી ળામાં પહેરોલો સવા બે તોલાનો દોરો પેન્ડલ કિંમત રુપિયા એક લાખ તથા લોન્જીનેસની કાંડા ઘડિયાળ કિંમત 20 તથા ખિસ્સામાં રહેલા 9500ની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જે બાબતે ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.
જે લૂંટના ગુનાનો ભેદ ઉકેલવા ઊંઝા પોેલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન હેકો જયસિંહ, તથા પીસી રાજેન્દ્રસિંહને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે, ઊંઝા લૂંટના ગુનામાં સંડોવાયેલા લૂંટારા એક સફેદ કલરની નંબર પ્લેટ વિનાની હુન્ડાઇ વર્ના કારમાં બેસી મહેસાણાથી પાલનપુર તરફ જનાર છે. જે બાતમીના આધારે બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પાસે પ્રિત હોટલ નજીક પોલીસની ટીમ વોચમાં ગોઠવાઇ ગઇ હતી. ઼
દરમિયાન વર્ના કાર આવતાં તેને અટકાવી કારમાં બેસેલા દેસાઇ તેજશ ઉર્ફે લાલી નારણભાઇ, રહે. હાલ મહેસાણા, દેવકીનંદન સોસાયટી, ઋતુરાજા, સંજય શંકરજી પરમાર રહે. હાલ ઉમાનગર નંદાસણ, હરીશચંદ્ર ઉર્ફે હરિભા અરવિંદસિંહ ઝાલા રહે. રાજપુર, તા. કડી, સચીનગીરી મનુગીરી ગોસ્વામી રહે. નંદાસણ લક્ષ્મીપુરાવાળાને સઘન પુછપરછ કરતાં ચારે લૂંટારુઓએ ઊંઝામાં લૂંટની ઘટનાને અંજામ આપ્યોં હોવાની કબુલાત કરતાં ચારેય લૂંટારુઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.