થરા-દિયોદર રોડ પર ત્રિપલ અકસ્માતમાં ચાર વ્યક્તિ ઈજાગ્રસ્ત.એકને ધારપુર રિફર કર્યો

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આવેલ થરા- દિયોદર રોડ પર વિભાનેસડા ગામના પાટીયા પાસે ગઈ કાલે બપોરના સમયે આઇસર મીની ટ્રક નં. જીજે-૯એયુ ૧૪૦૭,બાઈક અને છકડો રિક્ષાનો ત્રિપલ અકસ્માત સર્જાયો હતો
જેમાં બાઈક સવારનું સહિત ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયેલ.આ ઈજાગ્રસ્તોને તાબડતોબ ૧૦૮ વાન દ્વારા થરા રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવતાં મૈડકોલ ગામના બાબુભા મફુભા વાઘેલા ઉ. વ. ૪૦ ને ગંભીર ઇજા જણાતાં તેઓને ધારપુર પાટણ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
તસવિર અને અહેવાલ  : માનસિંહ ચૌહાણ કાંકરેજ 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.