ગરવી તાકાત મહેસાણા : વિસનગર તાલુકાના જેતલવાસણા ગામમાં પશુ ચરાવવા બાબતે થયેલી બોલાચાલી બાદ એક ખેડૂત પર ચાર શખ્સોએ હુમલો કર્યો લાકડી અને ગડદાપાટુ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી પ્રાપ્ત માહિતી અનુસાર, જેતલવાસણા ગામના 45 વર્ષીય રવિન્દ્રભાઈ ભુદરભાઈ પટેલ ગત 4 માર્ચના રોજ બપોરે પોતાના ખેતરે નહાવા ગયા તે સમયે ગામના જ ગાંભાજી બાબુજી ઠાકોર તેમના લચકાના ખેતરમાં ભેંસો ચરાવી રહ્યા રવિન્દ્રભાઈએ ભેંસો બહાર કાઢવાનું કહેતા બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ.

આ બોલાચાલીની અદાવત રાખીને તે જ દિવસે સાંજે લગભગ 6:30 વાગ્યે જ્યારે રવિન્દ્રભાઈ ગામની ડેરી પાસે બેઠા ત્યારે કાળુજી નાગજીજી ઠાકોર હાથમાં લાકડી લઈને ત્યાં ધસી આવ્યા કાળુજી ઠાકોરે રવિન્દ્રભાઈને ગાળાગાળી કરી પૂછ્યું કે, તે મારા કુટુંબી ભાઈ સાથે કેમ બોલાચાલી કરી રવિન્દ્રભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા કાળુજીએ ઉશ્કેરાઈને તેમના જમણા પગે લાકડીનો ફટકો માર્યો આ દરમિયાન, અન્ય ત્રણ શખ્સો—રાકેશજી ચંદનજી ઠાકોર, અલ્કેશજી ઈશ્વરજી ઠાકોર.

અને શૈલેષજી વિઠ્ઠલજી ઠાકોર પણ ત્યાં આવી પહોંચ્યા આ ચારેય શખ્સોએ ભેગા મળીને રવિન્દ્રભાઈને ગડદાપાટુનો માર માર્યો હુમલાખોરોએ તેમને ધમકી આપી કે, “આજે તો બચી ગયો પણ હવે જો ખેતરમાં દેખાઈશ તો જાનથી મારી નાખીશ.આ ઘટના બાદ રવિન્દ્રભાઈ પટેલે ગત 6 માર્ચના રોજ આ ચારેય શખ્સો વિરુદ્ધ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


