અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 77મી જયંતિ : રાહુલ ગાંધીએ વિરભુમિ પર પહોંચી આપી શ્રદ્ધાંજલિ

August 20, 2021
Rahul Gandhi At Vir Bhumi

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની આજે(શુક્રવાર 20ઓગસ્ટ) 77મી જયંતિ છે. આ પ્રસંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના પિતાને વીરભૂમિ પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કરીને રાજીવ ગાંધીની 77મી જયંતિ પર તેમને શ્રદ્ધાંલિ આપી છે. રાહુલ ગાંધી સાથે ગુલામ નબી આઝાદ અને અધીર રંજન ચૌધરી પણ વીરભૂમિ પહોંચીને રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે. આ ખાસ પ્રસંગે કોંગ્રેસે ઘણા કાર્યક્રમોનુ આયોજન કર્યુ હતું

દિલ્લીમાં દિવંગત પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપીને એક વિશેષ ફોટો પ્રદર્શન યોજવામાં આવ્યું હતુું. આ ઉપરાંત રક્તદાન શિબિર, રમતગમત તેમજ સાંસ્કૃતિક સમારંભ સહિત ઘણા કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતાં.કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રાજીવ ગાંધી જયંતિ પર કહ્યુ છે, ‘રાજીવ ગાંધીનો સંદેશ હતો કે હિંદુસ્તાન એક જૂનો દેશ છે પરંતુ એક નવા અંદાજ લઈને આગળ નીકળવાની તૈયારીમાં છે. તેમનો સંદેશ હતો કે હિંદુસ્તાનને શક્તિશાળી અને આર્ત્મનિભર બનાવીએ. જે આર્ત્મનિભરની વાત અત્યારે થઈ રહી છે તે રાજીવ ગાંધી બહુ પહેલા કરી ચૂક્યા છે.

આ પણ વાંચો – #मैं_भी_राहुल : Twitter પર કેમ ટ્રેન્ડ કરી રહ્યો આ હેશટેગ ?

કોંગ્રેસે પોતાના અધિકૃત પેજથી ટિ્‌વટ કરીને લખ્યુ છે કે, ‘રાજીવ ગાંધીજીની દૂરદર્શિતાએ ભારતના યુવાનોના સપનાને માત્ર ઉડાન આપી એટલુ જ નહિ પરંતુ એ સપનાઓને સાકાર પણ કર્યા. યુવાનોની લોકતંત્રમાં ભાગીદારી સુનિશ્ચિત કરી. સંચાર ક્રાંતિએ દેશના યુવાનોને વિશ્વ સાથે પ્રતિસ્પર્ધામાં ઉભા કર્યા.’ કોંગ્રેસ ભારત રત્ન રાજીવ ગાંધીની જયંતી સદભાવના દિવસ તરીકે દર વર્ષે મનાવે છે. આજના દિવસે દેશભરમાં ભારતીય યુવા કોંગ્રેસના કાર્યકર્તા સદભાવના દિવસ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
4:57 am, Dec 8, 2024
temperature icon 16°C
scattered clouds
Humidity 44 %
Pressure 1011 mb
Wind 5 mph
Wind Gust Wind Gust: 5 mph
Clouds Clouds: 33%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:10 am
Sunset Sunset: 5:54 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0