ગરવી તાકાત મહેસાણા : નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પૂર્વ પ્રમુખ અને સાંકળચંદ પટેલ વિદ્યાધામના શિલ્પી સ્વ. આદરણીય શ્રી ભોળાભાઈ પટેલની પાંચમી પુણ્યતિથિ નિમિતે આજરોજ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં તેમની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
જેમાં મંડળના પ્રમુખશ્રી પ્રકાશભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાન્તભાઈ પટેલ, મંત્રીશ્રી, ટ્રસ્ટીશ્રીઓ, મંડળના સભ્યશ્રીઓ તેમજ યુનિવર્સિટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા.