પૂર્વ ના.મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનો 68માે જન્મદિવસ રાજકારણની ચર્ચાનું કેન્દ્ર  બન્યોં 

June 22, 2023

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 40 વર્ષથી ગુજરાતના રાજકારણમાં સક્રિય છે

નીતિનભાઈ હમણાં હિન્દી શીખી રહ્યા છે, જે જવાબદારી તેમને સોંપી છે એટલે હિન્દી શીખી રહ્યા છે – સી.આર.પાટીલ

રાજકીય વર્તુળોમાં ચર્ચા નીતિન પટેલ રાજ્યસભાની ચૂંટણી લડશે કે લોકસભાની?

ગરવી તાકાત, ગાંધીનગર – આજે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો જન્મ દિવસ છે. 40 વર્ષથી નીતિન પટેલ ગુજરાતના રાજકારણમાં સક્રિય છે. આગળ પણ તેઓ રાજનીતિમાં સક્રિય રહેશે અને વધુ આગળ જશે તેના સંકેતો પણ ભાજપ દ્વારા આપવામાં આવ્યાં છે. તેઓ  નીતિન પટેલ જન્મદિન પર ચારેય તરફથી તેમના પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. આજે નીતિન પટેલના 68મા જન્મદિવસ પ્રસંગને ખાસ બનાવવા માટે મહેસાણાના કડીમાં સત્યાવીસ સમાજ સરદાર યુવક મંડળ નીતિન પટેલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, કડીના ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હૉલ ખાતે મહારક્તદાન શિબિર, અને કડી APMC ખાતે રજતતુલા અને સન્માન સમારંભ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા પણ નીતિન પટેલના જન્મ દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી.

સીઆર પાટિલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, નીતિનભાઇ અમારી પાર્ટીના ભીડભંજન છે, તેઓએ પાર્ટીમાં ભીડમાં હોય ત્યારે મહત્વનું કામ કર્યુ છે. નીતિનભાઈ હજુ રાજકીય ક્ષેત્રે આગળ વધે એવી અપેક્ષા છે. તેમને નીતિન પટેલને લઇને વધુમાં જણાવ્યુ કે, નીતિનભાઈ હમણાં હિન્દી શીખી રહ્યા છે, જે જવાબદારી તેમને સોંપી છે એટલે હિન્દી શીખી રહ્યા છે. નીતિનભાઈનો ગોલ પાક્કો હોય છે, જે કામ હાથમાં લે તે પૂર્ણ કરે જ. કેબિનેટ કક્ષાના આરોગ્ય મંત્રી હોવા છતાં ટ્રેનમાં બેસીને સુરત પહોંચ્યા હતા. નીતિનભાઈ ઉંમરમાં મારા કરતા એક વર્ષ નાના છે પણ રાજકીય ઊંચાઈમાં મારાથી ઘણા મોટા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0