ડીસેમ્બરનાં ત્રિમાસીક ગાળામાં ઝોમેટોની ખોટ વધીને 346 કરોડની થઈ
નવા સબસ્ક્રીપ્શન પ્રોજેકટોથી વફાદાર ગ્રાહકોના ડીલીવરી ઓર્ડર વધશે
અમદાવાદ તા. 12 – ફૂડ ડીલીવરી ક્ષેત્રની જાયન્ટ કંપની ઝોમેટોની ખોટમાં મોટો વધારો થવાને પગલે કંપનીએ 225 શહેરોમાં સેવા બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. ડીસેમ્બરનાં ત્રિમાસીક ગાળામાં ઝોમેટોની ખોટ વધીને 346 કરોડની થઈ છે.જેને પગલે કંપનીએ 225 નાના શહેરોમાં ફૂડ ડીલીવરી બીઝનેશ બંધ કરી દેવાનું જાહેર કર્યું છે. 225 શહેરોમાં બિઝનેસ સારો ચાલતો ન હોવાથી આ નિર્ણય લેવાયો છે. 
કંપનીએ ત્રિમાસીક પરીણામ રિપોર્ટમાં જણાવ્યું હતું કે ફૂડ ડીલીવરીમાં ઘટાડો અનઅપેક્ષીત છે અને તેને કારણે માર્જીન-નફા શકિતને અસર થઈ છે. જોકે, નફાનો લક્ષ્યાંક સિધ્ધ કરવા હજુ સારી પોઝીશન છે. ભારતમાં ફૂડ ડીલીવરી બિઝનેસમાં ઝોમેટો પ્રથમ સ્થાને છે.નફો વધારવા તાજેતરમાં ગોલ્ડ સબસ્ક્રીપ્શન લોંચ કર્યું હતું. કંપની નવા 800 ની ભરતી કરવાની હતી ત્યારે જ 225 નાના શહેરોમાં સર્વીસ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
કંપનીનાં રીપોર્ટ મુજબ જાન્યુઆરીથી 225 શહેરોમાં ડીલીવરી બિઝનેસ કર્યો છે. જયાં બિઝનેશ યોગદાન 0.3 ટકા હતું. કંપનીએ એવો દાવો કર્યો છે કે નવા સબસ્ક્રીપ્શન પ્રોજેકટોથી વફાદાર ગ્રાહકોના ડીલીવરી ઓર્ડર વધશે અને નફાશકિતને બળ મળશે. આ સ્કીમમાં 9 લાખ ગ્રાહકો જોડાયા છે. વિશ્ર્વસ્તરે ર્ક્મચારીઓની છટણી વચ્ચે પણ કંપનીએ 800 કર્મચારીઓની ભરતી કરવાનું જાહેર કર્યુંર્ં હતું.


