મહેસાણા : મહેસાણાની એક આયુર્વેદિક કોલેજમાં બાગ-બગીચાનું કામ કરતા પરિવારમાં પિતાએ પોતાની 17 વર્ષીય પુત્રી પર દુષ્કર્મ આચર્યાનો કિસ્સો આવ્યો સામે આરોપી પિતાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી. ઉત્તર પ્રદેશના વતની આ પરિવારમાં પિતા-પુત્ર બાગની જાળવણીનું કામ કરતા સગીરા પુત્રી કોલેજ પાસેની ઓરડીમાં રહીને રસોઈનું કામ કરતી 19 માર્ચ 2023ના રોજ પિતાએ ઓરડીમાં પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું.
એક વર્ષ બાદ સગીરાને પેટમાં દુખાવો થતાં સરકારી દવાખાને લઈ જવાઈ તપાસમાં તે ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. ભાઈના પૂછવા પર સગીરાએ પિતાના કૃત્યની કબૂલાત કરી આરોપીએ અગાઉ પણ શારીરિક અડપલાં કર્યા હોવાનું અને માતાને મારી નાખવાની ધમકી આપી હોવાનું બહાર આવ્યું 12 એપ્રિલ 2024ના રોજ લાંઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
સરકારી વકીલ રેખાબેન જોષીએ 35 દસ્તાવેજી પુરાવા અને 12 સાક્ષીઓની જુબાની રજૂ કરી કરતાં કોર્ટે પોક્સો કલમ 4(2) હેઠળ આજીવન કેદ અને રૂ.10 હજાર દંડ, કલમ 6 હેઠળ આજીવન કેદ અને રૂ.5 હજાર દંડ તથા IPC કલમ 506(2) હેઠળ બે વર્ષની કેદ અને રૂ.1 હજાર દંડની સજા ફટકારી. વધુમાં, પીડિતાને રૂ.5 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.


