ગરવી તાકાત ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા તાલુકાના ખેડૂતોમાં ગુજરાત સરકાર દ્વારા બાજરી, મકાઈ અને જુવારની ખરીદીમાં જથ્થામાં ઘટાડો કરવાના નિર્ણય સામે તીવ્ર રોષ જોવા મળ્યો ભારતીય કિસાન સંઘ, ખેડબ્રહ્મા તાલુકા દ્વારા આજે મુખ્યમંત્રીને સંબોધીને નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું ગુજરાત સરકારના નાગરિક પુરવઠા નિગમ દ્વારા તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો આ પરિપત્ર મુજબ હવે એક ખેડૂત પાસેથી મહત્તમ 100 મણ બાજરી, 75 મણ મકાઈ અને 50 મણ જુવારની જ ખરીદી કરવામાં આવશે.

અગાઉના નિયમો મુજબ, ખેડૂતો પાસેથી વધુ જથ્થામાં ખરીદી થતી આ અચાનક આવેલા પરિપત્રથી ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો આ મુદ્દે ખેડૂતોના પ્રતિનિધિઓએ અગાઉ રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી સાથે મુલાકાત કરી ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ સંતોષકારક નિર્ણય ન આવતા ખેડૂતોનો રોષ વધુ તીવ્ર બન્યો.

આજે, ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકાના પ્રમુખ જશુભાઈ પટેલ મંત્રી અરવિંદભાઈ પટેલ અને પૂર્વ પ્રમુખ શામળભાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂત કાર્યકર્તાઓ નાયબ કલેક્ટર એન.ડી. પટેલને મળ્યા તેમણે મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર સુપરત કર્યું જેમાં જૂના નિયમો મુજબ જ દરેક ખેડૂત પાસેથી પૂરતો જથ્થો ખરીદવાની માંગ કરવામાં આવી.


