ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના 5 જેટલા ગામોમાં નર્મદાની કેનાલ બનાવવામાં નહીં આવતા ખેડૂતો ચિતત બન્યા છે અને માત્ર ચોમાસામાં ખેતી કરવા મજબુર બન્યા છે. પાણી ના અભાવને લઇ કમાણી કરવા માટે હીજરત કરાવી પડે છે. તો આગામી સમયમાં કેનાલ મારફતે પાણી નહીં મળે તો ખેડુતોએ વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચરી છે.
પાટણ જિલ્લાના સંતાલપુરના પાંચ ગામ લીંમગામડા, ગોખાતર, ઉનડી, જોરાવર અને ગામડી આ પાંચ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી નર્મદાની કેનાલ બનાવવામાં આવી નથી. જેને લઈ આ 5 ગામના ખેડૂતો માત્ર ચોમાસા આધારિત ખેતી કરી શકે છે. બાકીના સમયે પાણી ન અભાવે કોઈ પાક વાવણી કરી શકતા નથી. જેને લઈ પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ગામના લોકોએ અનેક વાર રજૂઆત કરી પણ કોઈ પગલાં લેવાતા નથી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો અમને પાણી નહીં મળે તો વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે.
લીમગામડા ગામના ખેડૂત ગાંડા ભાઈએ જણાવ્યું હતું કે, અમારી જમીન ગોખતરની સીમમાં છે. 25 એકર જમીન છે જે ગોખતર વિસ્તારમાં આવી છે. અહીંયા કોઈ દિવસ પાણી પહોંચતુ નથી. 5 ગામોમાં પાણી જાય એમ છે પણ હજુ સુધી પાણી મળતું નથી. સરકાર ઝડપી પાણી મળે તો જીવન દોરી બચાવી શકીએ.
તસ્વીર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ — સરસ્વતી પાટણ


