ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં બાયપાસની જમીન સંપાદન મુદ્દે 15 ગામના ખેડૂતો વિરોધ નોંધાવવા કલેક્ટર કચેરી પહોંચ્યા ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ખેડૂતોએ આક્ષેપ કર્યો કે, બાયપાસ માટે જમીન સંપાદનની કામગીરી દરમિયાન સરકાર દ્વારા તેમની સાથે ઘોર અન્યાય કરવામાં આવ્યો તેમને યોગ્ય વળતર મળ્યું નથી અને જમીનના માપમાં પણ અન્યાય થયો,

જેમાં 100 મીટરની જગ્યાએ 60 મીટર જમીનનો સમાવેશ થાય આના કારણે ખેડૂતો વચ્ચે વાદ-વિખવાદ પણ ઊભા થયા આ વિરોધ પ્રદર્શનમાં બાયપાસ અસરગ્રસ્ત 15 ગામના ખેડૂતો એકઠા થયા તેમણે જણાવ્યું કે, જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ અને તેમના પરિવારો આગામી ચૂંટણીમાં મતદાન કરશે આ અંગે દિનેશ ચૌધરીએ જણાવ્યું કે, આજે બાયપાસની જમીન સંપાદન મુદ્દે આસપાસના 15 ગામના ખેડૂતો કલેક્ટર ઓફિસ ખાતે ભેગા થયા છીએ.

અને ચૂંટણી બહિષ્કાર માટેનું આવેદનપત્ર પણ કલેક્ટરને આપ્યું અમારી માંગો સંતોષાઈ નથી, એને ધ્યાનમાં રાખી અને તમામ ખેડૂતો આવેદનપત્ર માટે આજે બધા ભેગા થયા છીએ. બાયપાસની જમીનના વળતરમાં અન્યાય થયો 100 મીટરની જગ્યાએ 60 મીટર જમીનનો સમાવેશ કરાયો એમાં પણ ઘણાને અન્યાય થયેલો તો એ ધ્યાનમાં રાખી અને આજે અમે ચૂંટણી બહિષ્કાર કરવા માટે તમામ ભેગા થયા છીએ.


