ગરવી તાકાત અરવલ્લી : મેઘરજ તાલુકાના સંઘ વિતરણ કેન્દ્ર ખાતે યુરિયા ખાતર માટે ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો રોષે ભરાયેલા ખેડૂતોએ ગોડાઉનનું લોક તોડી નાખ્યું ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો અને પરિસ્થિતિને કાબુમાં લીધી ખેડૂતો છેલ્લા પંદર દિવસથી યુરિયા ખાતર મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા.

સંઘ કાર્યાલય પર ‘રજા’નું બોર્ડ જોઈને ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યો કે ગોડાઉનમાં યુરિયાનો પૂરતો સ્ટોક હોવા છતાં તેમને ખાતર આપવામાં આવી રહ્યું નથી વધુમાં, યુરિયા રાજસ્થાન મોકલીને ત્યાં વેચવામાં આવતું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા આ અંગે સંઘ મેનેજર જલાભાઈએ જણાવ્યું કે આજે બે ગાડીઓનું યુરિયા સ્ટોક રિલીઝ કરવામાં આવ્યું.

તેમણે ખાતરી આપી કે હવે ખેડૂતોને ક્રમબદ્ધ રીતે ખાતર વહેંચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જોકે, મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ હજુ પણ સ્થળ પર હાજર અને ખાતર વહેંચણીની માગ સાથે અડગ યુરિયા ખાતરની અછત, વિલંબ અને અનિયમિતતાઓને કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો આ પરિસ્થિતિ સંઘની કામગીરી અને વ્યવસ્થાપન પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરે.

