-> જમીન ધોવાણ અને પાક બરબાદી બાદ પણ સહાય વિના ખેડૂતો: યોગ પેકેજ નહીં મળે તો કચેરી તાળાબંધીની ચીમકી કૉંગ્રેસની :
ગરવી તાકાતબનાસકાંઠા : વાવ-થરાદ સહિત સુઇગામ ના સરહદી વિસ્તારના ખેડૂતો અતિવૃષ્ટિના ઘાવમાંથી હજી બહાર આવ્યા નથી. 15 થી 20 ઇંચ જેટલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાક પૂરેપૂરો નષ્ટ થયો, જમીન ધોવાઈ ગઈ અને ખેતરો ખાલી પડી ગયા. પરંતુ એક માસ વીતી ગયો હોવા છતાં પણ સરકાર તરફથી કોઈ વળતર ના આપતા કૉંગ્રેસ ના આગેવાનો સાથે મોટી સંખ્યમાં ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી આક્રોશ સાથે સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો સાથે ખેડૂતો સુઈગામ પ્રાંત કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું. તંત્ર સામે નારેબાજી કરતા ખેડૂતો એ જણાવ્યું કે સરકાર ખેડૂતોની પીડા પ્રત્યે ઉદાસીન વલણ અપનાવી રહી છે.આજે અતિવૃષ્ટિ ના એક માસ જેટલો સમય થયો છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ વળતર આપવાની જાહેરાત કરવામાં આવી નહિ તેને લઈને સુઇગામ પ્રાંત કલકેટર ને લેખિતમાં રજુઆત કરવાં આવી ખેડૂતોની વ્યથા : “પાક ગયો, જમીન ધોવાઈ ગઈ, હવે જીવવું મુશ્કેલ!” બન્યું સરહદી વિસ્તારમાં સ્થાનિક ખેડૂતોના જણાવ્યું હતું કે વરસાદી પાણીના પ્રવાહે ખેતરોની ઉપજાઉ માટી ધોવાઈ ગઈ છે.

વાવ, થરાદ, સુઈગામ અને ભાભર તાલુકાના અનેક ગામોમાં કપાસ, મગફળી, તલ, જુવાર બાજરી મગફળી સહિતના પાક સંપૂર્ણપણે નષ્ટ થયો છે હજુ એક માસ બાદ ખેતરોમાં પાણી છે ત્યારે સરકારે યોગ વળતર નહિ આપ્યું કે નહીં કોઈ જાહેરાત કરી તેને લઈને રજૂઆત કરવા આવ્યા છીએ અતિવૃષ્ટિના એક માસ બાદ પણ સુઈગામ સહિત વાવ થરાદ વિસ્તારમાં ખેડૂતોને હજુ સુધી કોઈ યોગ્ય વળતર ના મળતા પૂરતી કેસ ડોલ ઘરવખરી પશુ મૃત્યુની સહાયમાં અન્યાય થયો હોવાના સ્થાનિક ખેડૂતોએ આક્ષેપ કર્યા પાંચ થી દસ ફૂટ જેટલા પૂર પાણીમાં પશુઓ તણાયા અધિકારીઓ પ્રૂફ માગતા હોવાના ખેડૂતોના આક્ષેઓ અતિવૃષ્ટિના એક માસ બાદ પણ હજુ ખેતરોમાં ફૂટ થી બે ફૂટ જેટલા પાણી પાક નિષ્ફળ જમીન ધોવાઈ ગઈ હજુ શિયાળું સિઝન વાવેતર કરવું મુશ્કેલ વધુ પાણીના કારણે ખારાસ થવાની ખેડૂતોને ભીતિ ખેડૂતો ચિંતિત યોગ્ય વળતર નહીં આપે તો ખેડૂતોને આપઘાત કરવા સિવાય કોઈ રસ્તો નહીં તેવા ખેડૂતોના આક્ષેપ.. એક ખેડૂતએ જણાવ્યું — “અમે પાક માટે કર્જ લીધું, હવે પાક ખતમ. વળતર ન મળે તો ઘર ચલાવવું મુશ્કેલ બની જશે.

”આવનારા સમયમાં દીકરા દીકરી ના લગ્ન કે અભ્યાસ માટે મોટી અસર પડશે રાજય સરકાર યોગ ખેડૂતોને વળતર આપવામાં નહિ આવે તો જિલ્લા કોંગ્રેસ આગેવાનોની ચેતવણી : “સરકાર જાગે નહિ તો તાળાબંધી અનિવાર્ય” આવેદન આપ્યા બાદ કોંગ્રેસના આગેવાન ગુલાબસિંહ રાજપુતે એ સ્પષ્ટ કહ્યું કે જો તાત્કાલિક અસરથી વળતર જાહેર નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં પ્રાંત કચેરીએ તાળાબંધી અને ધરણા કાર્યક્રમ હાથ ધરાશે. તેમણે સરકાર પર આરોપ મૂક્યો કે — “સર્વે કર્યા હોવાના દાવા ફક્ત કાગળ પર છે, ખેડૂતોને હજી સુધી એક રૂપિયો મળ્યો નથી.” કૉંગ્રેસ સમિતિ દ્વારા ગામડે ગામડે જઈને ખેડૂતોને પાક નુકસાન અને જમીન ધોવાણ ના ફોર્મ ફરી સુઇગામ પ્રાંત કલકેટર ને આપ્યા ખેડૂતોને યોગ રાજ્ય સરકાર દ્વારા વળતર આપવામાં નહિ આવે તો ખેડૂતોના હિતમાં કોર્ટમાં જસુ ખેડૂતોના હક ન્યાય માટે તંત્ર તરફથી આશ્વાસન — “રજુઆત ઉપરવટા અધિકારીઓને મોકલીશું” સુઇગામ પ્રાંત અધિકારીએ ખેડૂતોનું આવેદન સ્વીકાર્યું અને જણાવ્યું કે સંબંધિત વિભાગને તાત્કાલિક રજુઆત મોકલી આપવામાં આવશે.


