મોઢે બોલું જ્યાં ‘‘ માં ’’ સાચેય નાનક સાંભરે, મોટપની મજા મને, કડવી લાગે કાગડાં !
► વડાપ્રધાનના માતુશ્રીના ગાંધીનગરના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરાયાં
► માતાના પાર્થિવદેહને કાંધ આપી અંતિમયાત્રા વાહનમાં સતત સાથે રહ્યા: મુખાગ્નિ આપી
► અગ્નિ સંસ્કાર વિધિ અને માતાના પાર્થિવ દેહને અગ્નિમાં સમાતો જોઈ મોદીના આંખમાંથી અશ્રુબિન્દુ સર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનમાં તેમના માતા હીરાબાનું સ્થાન અનોખુ રહ્યું છે અને તેમના જીવન ઘડતરમાં પણ હીરાબાએ જે સંસ્કાર અને મૂલ્યોનું સિંચન કર્યું તે આજે શ્રી મોદીના વ્યક્તિત્વ અને કતૃત્વમાં નિહાળી શકાય છે. ત્યારે વડાપ્રધાન મોદીના જીવનના ઘડતરમાં હીરાબાનો અમૂલ્યો ફાળો રહ્યો છે.
હિરાબાએ 2022ના વર્ષમાં શતાયું પૂર્ણ કર્યુ હતો જ્યાં શતાયું બાદ ભારત જેવા દેશને દેશપ્રેમી નરેન્દ્ર મોદી જેવો વિરલો આપી આખરે આ ફાની દુનિયાને અલવિદા કરી છે. ત્યારે મોદીના માતૃપ્રેમના અંતિમ અલવિદા સમયે દુલા કાગાની કાગવાણી યાદ આવી જાય છે જાણે મોદી હિરાબાને કહી રહ્યા છે કે, ‘‘ મોઢે બોલું જ્યાં માં સાંચેય નાનક સાંભરે, મોટપની મજા, મને કડવી લાગે કાગડાં ’’ મોઢેથી જ્યાંરે માં બોલું, સાંચેજ મને બાળપણ સાંભરે, આ મોટપની મજા, ખરેખર કડવી લાગે છે.
બુધવારે હિરાબાની તબિયત ખરાબ હોવાના કારણે તેમને અમદાવાદની યુ એન મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલો

જી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે વહેલી સવારે હીરાબાનું નિધન થતાં મોદી દિલ્હીથી ગાંધીનગર પહોંચ્યા હતા અને માતાના પાર્થિવ દેહને અંતિમ વંદન કર્યા હતા તે સમયે તેમના ચહેરા પર હૃદયનું દર્દ છલકતું હતું. તેમજ એક પુત્રની ફરજ બજાવીને માતાના પાર્થિવ દેહને કાંધ પણ આપી હતી. ત્યારબાદ તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા હતા. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમ વિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો.
માતા હિરાબાનું નિધન થયા બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તેમના હૃદયભાવ સભર શ્રદ્ધાંજલી આપી હતી. શ્રી મોદીએ માતા હિરાબાના હાથમાં આરતીની થાળીમાં દિપ પ્રગટાવી બેઠા છે તેવી તસ્વીર સાથે લખ્યું કે શાનદાર શતાબ્દીનો ઈશ્વરના ચરણોમાં વિરામ… માતામાંએ હંમેશા ત્રિમૂર્તિની અનુભૂતિ કરી છે જેમાં એક તપસ્વીની યાત્રા નિષ્કામ કર્મયોગીના પ્રતિક અને મુલ્યો પ્રતિ પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે


