કાંકરેજ ના પાદર પ્રા.શાળામાં ધો-૮ નો વિદાય સમારોહ યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત કાંકરેજ : તા-૧૩-૪-૨૦૨૨ ના રોજ ડૉ.ઉમેશપુરી ગૌસ્વામી ના અધ્યક્ષ સ્થાને ધો-૮ ના વિધાર્થીઓ નો વિદાય સમારોહ યોજાયો. ધો-૧થી૮ સુધી વિધાર્થીઓ એ શાળામાં જ્ઞાન  મેળવ્યું તેમજ શાળા પરિવાર દ્વારા સર્વાંગીવિકાસ અને સંસ્કાર નુ સિચન થયું તેનુ બાળકો દ્વારા વર્ણન થયું.
આગેવાનો તેમજ શાળા પરિવાર દ્વારા વિધાર્થીઓ આગળ જઈ ગામ તથા શાળા નુ નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.એમ.ડી.સંચાલક શ્રીમતિ ભાવનાબેન ઠાકોર તરફથી ધો-૮ ના બાળકોને ચોપડો,બોલપેન ભેટ આપવામાં આવ્યા. શ્રી શંભુભાઈ દેસાઈ તરફથી ભુલકાઓ ને બોલપેન આપવામાં આવી.ધો-૬માં  રાજ્ય પરીક્ષા શિષ્યવૃત્તિ પરીક્ષા માં કાકરેજ તાલુકા માં ૧૬૪ ગુણ સાથે ચોથા ક્રમે કુલદીપ રાઠોડ ઉતિર્ણ થવા બદલ શાળા નુ ગૌરવ વધાર્યુ,
તેથી પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. શાળા ના આચાર્યશ્રી ડી.પી.રાઠોડે મહેમાનો નુ શાબ્દિક સ્વાગત કર્યું તેમજ શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગતગીત, વિદાયગીત જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી. વિદાય સમારોહ ના અધ્યક્ષશ્રી ડૉ. ઉમેશપુરી ગૌસ્વામી, મુખ્યમહેમાન પૂર્વ કા.તા.પંચાયત પ્રમુખશ્રી વરધીલાલ ઠાકોર, સરપંચશ્રી મહેશજી ચાગેચા, એસ.એમ.સી. અધ્યક્ષશ્રી  શંભુભાઈ દેસાઈ શાળા પરિવાર ડી.પી.રાઠોડ, ગે.જે. દેસાઈ, બી.વી.સબોસણા,પી.યુ.રાઠોડ, એસ.આર.પરમાર, એસ.બી.પરમાર, એચ.એન.પટેલ તેમજ ગ્રામજનો ની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમનુ સંચાલન શાળા ના આચાર્ય શ્રી દિનેશજી રાઠોડે કર્યું, આભારવિધી   શાળાના ઉ.શિ. તેમજ બ.જિ.પ્રા.શિ.સંઘ.પ્રચારમંત્રીશ્રી ગેમરભાઈ જે.દેસાઈ એ કરી
 તસ્વીર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ કાંકરેજ
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.