ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની શૈક્ષણિક સંસ્થા “સી. એમ. ડી. શાહ હાઈસ્કૂલ – આજોલ” ખાતે માધ્યમિક શાળાંત પરીક્ષાનું મધ્યસ્થ મૂલ્યાંકન કાર્ય આજરોજ પૂર્ણ થવા પામ્યું છે. ગણિત વિષયના તજજ્ઞ પરીક્ષક-સમીક્ષક-સંયોજક પૈકી વય નિવૃત થતાં આઠ સારસ્વતશ્રીઓનો વિદાય-શુભેચ્છા સમારોહ યોજાયો આજરોજ યોજાયો હતો.
નિવૃત્તિ લેતાં સારસ્વતશ્રીઓ સર્વેશ્રી વિષ્ણુભાઈ મણીલાલ પટેલ (શ્રી સ્વામી યોગાનંદ હાઈસ્કૂલ, પેથાપુર), વિજયભાઈ અંબાલાલ પટેલ (શ્રીમતી આર. જી. પટેલ કન્યા વિદ્યાલય, ગાંધીનગર), વિનોદભાઈ અંબાલાલ પટેલ (શ્રી સ્વામિનારાયણ સાર્વજનિક હાઈસ્કૂલ, વિહાર),
દિગ્વિજયસિંહ જાલમસિંહ ઝાલા(શ્રીમતી માયાદેવી એચ. ઉ. બુ. વિદ્યાલય, કૃષ્ણનગર દહેગામ), રમેશભાઈ રામાભાઈ પટેલ (શ્રી સરસ્વતી વિદ્યાલય, શીયાવાડા) વ્યોમેશચંદ્ર ચીમનલાલ પટેલ (શ્રી વી. જે. દવે હાઈસ્કૂલ, દહેગામ), વિષ્ણુભાઈ હરિભાઈ પટેલ (સ્વસ્તિક હાઈસ્કૂલ, મોટેરા) અને રાજેન્દ્રકુમાર નટવરલાલ પટેલ (પટેલ એમ. એમ. વિદ્યાલય, ઈટાદરા) ના દીર્ઘાયુ અને નિરોગી સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવી આપવામાં આવી હતી.
નિવૃત્ત થતા સારસ્વતશ્રીઓને શ્રીફળ-સાકર-સ્મૃતિ ભેટ થી સન્માનિત કરવામાં આવ્યા હતા એમ એક અખબારી યાદીમાં સમાજસેવી શિક્ષણવિદ્ એવા રાકેશ પ્રજાપતિ જણાવે છે.


