કુટુંબની ભાવના..

March 10, 2025
જ્યારે તમારું કુટુંબ ભર્યું ભર્યું હોય ત્યારે રાત્રિનો સમય હોય કે દિવસનો સમય હોય એક સમય બધા સાથે બેસીને જમતા હોય ત્યારે એ જમવાનો આનંદ જ ઓર હોય છે… એવું પણ બને  કે શહેર મા એક કુટુંબ ‌હોય અને એક કુટુંબ ગામડું માં હોય ત્યારે પણ મહિનામાં એક વખત એવો સમય કાઢો કે એકવાર શહેરનું  કુટુંબ ગામડે આવે અને ગામડાનું કુટુંબ શહેરમાં આવે અને બંને કુટુંબ બંને જગ્યાએ સાથે બેસી ને રસોઈ બનાવે અને એ રસોઈ બધા કુટુંબ ભેગા થઈને જમવાનો એ આનંદ પર અનેરો હોય છે. પરિવારના ઘેરે સાથે જમવાથી  પરિવાર પ્રત્યેની ભાવના વધતી હોય છે એક ભાઈને બીજા ભાઈનું દાસ તું હોય કદાચ એક ભાઈ ભૂલ પણ કરતો હોય તો બીજા ભાઈએ એને શાંતિથી બેસાડીને કહેવું જોઈએ કે ભાઈ આ તમારી ભૂલ છે આ મારી ભૂલ છે આ મારે સુધારવાની છે આ તમારે સુધારવાની છે. દીકરાઓ હોય તો દીકરાઓને સાથે બેસાડીને ભલે પછી એ દીકરા નાના ભાઈના હોય કે મોટાભાઈ ના હોય આપણી ભાવના આપણા દીકરા છે એ હોવી જોઈએ અને એ કાંઈ ખોટું કરતા હોય કે કંઈ પણ ભૂલ કરતા હોય તો આપણી ફરજ માં આવે છે કે એ ભૂલ આપણા દીકરાઓને બતાવી જોઈએ.સાસુ વહુ મા પણ માં દીકરી જેવો પ્રેમ હોવો જોઈએ કદાચ સાસુનો ફોન ન આવ્યો તો વહુ એ ફોન કરવો જોઈએ ને કદાચ વહુ એ ફોન ન કર્યો હોય તો સાસુ એ વહુએ ફોન કરવો જોઈએ. કેમ કે આપણે દીકરી સાસરે હોય છે ત્યારે આપણે સામેથી ફોન કરીએ છીએ તો આપણી પણ વહુ એક દીકરી જ છે એને પણ આપણે સામેથી ફોન કરવો જોઈએ. બહેનોએ પણ સાસરિયામાં પણ કુટુંબભાવના અને ભાઈઓના ઘરમાં પણ કુટુંબ ભાવના રહે તેવી ભાવના પણ રાખવી જોઈએ. બહેનોએ પણ જેની ભૂલ હોય તેને શાંતિથી વાત કરવી જોઈએ.સુખદ ના સમયમાં બધાય સાથે રહી તેમ કુટુંબના કોઈ અન્ય પ્રશ્નો હોય તો પણ સાથે જ રહેવું જોઈએ. દરેક કાર્ય સાથે કરશું તો જ એકબીજાને કુટુંબ ભાવના જળવાય છે. નાના દીકરાઓ હોય તો એકબીજાના દીકરાઓને પણ થવું જોઈએ કે મારો ભાઈ મને મળવા આવે અને હું એમને મળવા જાવ. મમ્મી તું મને મારા નાના ભાઈ પાસે લઈ જા કે મમ્મી તું મને મારા મોટા ભાઈ પાસે લઈ આવી દીકરાઓમાં પણ ભાવના જગાડવી પડશે. મારા ભાઈને રમકડા આપીશ એના રમકડા હું લઈશ આવી પણ બાળકોમાં ભાવના પેદા કરવી પડશે..શહેરમાં આવો કે ગામડામાં જાવ.. પરંતુ એકબીજાને મળ્યા વગર જુદું પડવું જ ન જોઈએ…. એવો પ્રેમ કરો કે એકબીજાને મળવાનો મોકો ગોતો ભેગા બેસો સાથે જમો પ્રસંગ પાસ સામેવાળા પણ વાત કરવા જોઈએ કે જોવો ઓલા ના ભાઈઓના વહુઓ આવ્યા છે કેટલા સાથે મળીને હળી મળીને રહે છે. કુટુંબ માં કદાચ મા-બાપની ભૂલ હોય કે દીકરાની ભૂલ હોય કે વહુની ભૂલ હોય પરંતુ હંમેશા કુટુંબના વડીલે બધા પરિવારને સાથે બેસાડીને જે કોઈની ભૂલ હોય એને સમજાવી જોઈએ. એને ભૂલ સુધારવાનો મોકો આપવો જોઈએ.. હંમેશા  કુટુંબના વડાએ  મોટું દિલ રાખીને હંમેશા ઉદાર ભાવના રાખવી જોઈએ. કદાચ કુટુંબ છે એટલે નાના મોટા વિચારોમા ભેદ ભાવ અને નાના-મોટા ઝઘડા થતા જ હોય છે ત્યારે   શાંત રહેવું જોઈએ બીજાએ કદાચ એને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અથવા જેની ભૂલ હોય એને એ દિવસે ન કહેવાય પરંતુ થોડો સમય જાવા દેવાય પછી શાંતિથી બેસાય અને પછી કહેવાય કે આ તમારી ભૂલ હતી. આ તમે કહી રહ્યા હતા એ ખોટું કરી રહ્યા હતા જો આવું બધું દિલમાં રાખશો તો જ કુટુંબ ભાવના કેમ રહેશે. તમારા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ એક  જતી રહે ત્યારે જ એ વ્યક્તિની  મહત્વતા સમજાય છે જ્યારે હાજર હોય ને ત્યારે એનું શું મહત્વ હોય છે એ આપણે જાણતા નથી કોના નસીબ આપણે ખાતા હશુ. કોના નસીબ સારા હશે કે કોના હિસાબે આપણે કમાણી કરી રહ્યા છીએ એ બધું કુદરતને આધિન હોય છે હું જ કરું છું અને મારા વગર કંઈ ન થાય આ બધું મેચ કર્યું છે એવું પણ ઉંમર સાથે સમજૂતી કરવી જોઈએ નવો યુગ છે નવી ટેકનોલોજી છે નવો સમય છે કદાચ સામેવાળી વ્યક્તિ સાચી પણ હોય અને ખોટી પણ હોય પરંતુ આપણે એમને જે ભાષામાં સમજાય એ ભાષામાં સમજાવું જોઈએ તો જ કોઈપણ પરિવારને કુટુંબ ભાવના જળવાઈ રહે છે સમય એવો છે કે એક સાથે રહેશું તો જ આપણો કોઈ ગેરલાભ નહીં લે નકર કોક આપણા પરિવારનો ગેરલાભ લે છે.. કુટુંબમાં ભલે જુદારેતા હોય કે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય પરંતુ એક ભાવના હોવી જોઈએ કે આજે મારે તો તારી સાથે જ જમવું છે અરે આજે મારે આ જમવું છે મારા ઘરે મારો ભાઈ આવ્યો છે મારા દીકરાની વહુ આવી છે અને મારા ઘેર મારા ભાઈઓના દીકરાના દીકરા આવ્યા છે. નાના દીકરાઓને પણ દાદા દાદા દાદા થવું જોઈએ મારા દાદા પાસે જવું છે એવું વેન કરતા શીખવાડો.. દાદા ઘરે આવે તો દીકરાઓ ના દીકરા કે દીકરીઓ પાણી કે જમવાનું કે આપશે તો દાદા ને વધુ ગમશે .દીકરાના દીકરા આવ્યા છે.  આનંદથી જિંદગી જીવો તો એ આનંદને અનેરો આનંદ મળી જશે મને આ બધું અનુભવ થઈ રહ્યો છે કે જીવનમાંથી જ્યારે આપણું એક અંગ વહી જાય છે ત્યારે તમારો મગજ કેટલો અસમતોલન થઈ જાય છે ત્યારે ક્યાં વસ્તુ બોલવી અને ક્યારે ન બોલવી એનું પણ અમુક સમયે ભાન ન રહેતું હોય ક્યારેક એવો પણ સમય હોય કે સામેવાળાએ તમારી માટે ઘણું કર્યું હોય છતાં પણ તમે એમના પર તને અણ ગમો કરતા હોય અને કદાચ તમે પણ સામા વાળા માટે ઘણું કર્યું હોય છતાં એ પણ તમારી સામે પણ અણગમો કરતા હોય છે આ બધુ જ સમયનુ ચક્ર છે ચક્ર હંમેશા ફરતું જ રહેતું હોય છે આજે ઉગેલો સૂર્ય સાંજે આથમતો જ હોય છે એ કોઈએ ભૂલવું ન જોઈએ કદાચ આજે આપણે સત્તાના નશામાં કે પૈસાના નશામાં હશું તો કાલે પણ આપણા હાથમાં કહી નહી હોય ઘણા જેવા પરિવારો છે જે રાજાશાહી જેવી જિંદગી જીવતા હતા અને આજે એક રોટલા માટે ભીખ માગવી  પડે છે એના પરિવારનું લોકો નામનો દાખલો દેતા હોય આજે જ પરિવારને પાછા એ કહેતા કેવા હતા એના દાદા કોણ હતા અને આજે એની પ્રજા જુઓ આ બધું આપણે આપણા પરિવારમાં સાથે બેસીને સમજવું પડશે અને સાથે બેસીને યોગ્ય ઉકેલ લાવવો પડશે.. મારી વાત તમને યોગ્ય લાગી હોય તો આ મેસેજ દરેક પરિવારમાં મોકલજો…્ આ એક લાગણી છે કોઈને સલાહ આપવાનો ઇરાદો નથી…..
એક્સેલન્ટ યુવક મંડળ.. સોસીયા….
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0