વિસનગરથી દીકરીનું સગપણ જોઈ પરત ફરતા પરિવારને નંદાસણ પાસે નડ્યો અકસ્માત – 2ના મોત

શેર કરવા અહીં ક્લિક કરો.
  • ગાડી માં ડ્રાઇવર સહિત પાંચ લોકો સવાર હતા

  • સામે થી આવી રહેલ ગાડી નું ટાયર ફાટતા બની ઘટના

  • સગપણ જોવા ગયા એજ દીકરીની માતાનું અકસ્માતમાં મોત 

  • સગપણ જોઈ ને પરત ફરતા પરિવાર ની ગાડી પર અન્ય એક ગાડી 

જૈમીન સથવારા : કડીના નંદાસણ પાસે આવેલ ખેરપુર થી સરસાવ જતા માર્ગ પર એક ગંભીર અકસ્માત થતા બેના મોત નિપજયા છે. મળતી માહિતી પ્રમાણે કડીના બુડાસણ ગામનો એક પરિવાર પોતાની દીકરીનું સગપણ જોઈ સાંજે પોતાન ઘરે પરત ફરી રહ્યો હતો. એ દરમિયાન નંદાસણ પાસે કડી સાઈડથી અન્ય એક ગાડી આવી રહી હતી જેનું ટાયર ફાટતા ગાડી ફંગોળાઈને આ પરિવારની ગાડી પર પડી હતી. જેમાં ગાડી માં સવાર 5 માંથી 2ના મોત નિપજયા હતા.
 
કડી તાલુકા પાસે આવેલ બુડાસણ ગામ માં રહેતા ફતેહખાન બલોચ પોતાની દીકરી માટે વિસનગર પાસે આવેલ  ભાલક ગામમાં સગપણ જોવા ગયા હતા જેમાં ફતેહખાન માં એક સંબંધી બલોચ સાહેલ ખાન પોતાની ગાડી લઈને આવ્યા હતા ગાડી માં ફતેહખાન બલોચ, તેમની બે પત્ની સાબેરા બાનુ અને મેમુનાબાનું તેમજ ફારીદાબાનું કુલ પાંચ લોકો ગાડી માં સવાર થઈ સગપણ જોવા ગયા હતા. 

સગપણ જોઈ પરત ફરતા સમયે અકસ્માત માં યુવતી ની માતા સહિત બેના મોત

 
બુડાસણ ગામમાં રહેતો બલોચ પરિવાર પોતાની દીકરી ફરીદાબાનુંનું સગપણ જોવા વિસનગર પાસે આવેલ ભાલક મુકામે ગયા હતા.જ્યાં સગપણ જોઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન  ખેરપુર પાસે કડી બાજુથી એક અન્ય એક ગાડી આવી રહી હતી. જે ગાડીનું ટાયર ફાટી જતા ગાડી ફંગોળતા બલોચ પરિવારની ગાડી પર આવી પડી હતી જેમાં ગંભીર અકસ્માત સર્જાતા સગપણ જોવા ગયેલ દીકરીની માતા મેમુનાબાનું અને ડ્રાઇવર બલોચ સાહેલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જોકે બાકી ના ત્રણ લોકો પણ ઘયાલ થયા હતા. 
 
ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે કડીમાં આવેલ ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફતેહખાન બલોચએ GJ-1-W-6957 નંબરની ગાડીના ચાલક સામે નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.