પી.એમ.કિસાન સન્માન નિધી યોજનામાંથી ગુજરાતના 2.36 લાખ ખેડૂતોની બાદબાકી 

June 28, 2024
ખોટી રીતે લાભ લેનાર ખેડૂતો પાસેથી રિકવરી પણ કરવામાં આવશે

ગરવી તાકાત, ગાંધીનગર,તા.28 – કેન્દ્રમાં ત્રીજી વખત સત્તા સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડાદિવસો પહેલા જ મંગળવારે (18 જૂન) ઉત્તર પ્રદેશના વારાણસીથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો બહાર પાડ્યો હતો. દેશભરમાં લગભગ 9.26 કરોડ ખેડૂતોને આ યોજના હેઠળ રૂપિયા 2,000 બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ડિજિટલી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જો કે આ ગુજરાતના 2.62 લાખ ખેડૂતોને આ હપ્તાનો લાભ મળશે નહીં. આ પાછળનું કારણ રાજ્ય સરકારે આપ્યું છે.

PM Kisan Yojana: આ દિવસે ખેડૂતોના ખાતામાં પૈસા આવશે, સરકારે તારીખ જાહેર કરી  - SATYA DAY

દેશભરના અંદાજે 9.26 કરોડ ખેડૂતો માટે આ 17માં હપ્તામાં સરકારે કુલ 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જો કે ગુજરાતના 2.62 લાખ ખેડૂતોને આ યોજનામાંથી બાદબાકી કરવામાં આવી છે. એટલે ગુજરાતના ખેડૂતોને 2,000 રૂપિયાની સહાય મળશે નહીં. રાજ્ય સરકારે આ પાછળનું કારણ આપતા જણાવ્યું હતું કે ’પાત્રતા ન હોવા છતાં યોજનાનો ખોટી રીતે લાભ લેતા કુલ 2.62 લાખ ખેડૂતોને સહાય આપવાથી બાદબાકી કરી છે. આ ખેડૂતો ખોટી રીતે આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા, જેના નામ રદ કરાયા છે.’

રાજ્ય સરકાર આગળ ઉમેરતા કહ્યું હતું કે કેટલાક ખેડૂતો ઈન્કમ ટેક્સ (આઈ.ટી) રિટર્ન ભરતા હતા છતાં લાભ લેતા હતા. તો કેટલાક ખેડૂત તરીકે પતિ-પત્ની બંને સહાય મેળવતા હતા. આ ઉપરાંત કેટલાક ખેડૂતોને પેન્શન મળતું હોવા છતાં યોજનાનો હપ્તો મેળવતા હતા. આ સિવાય મરણ થયું હોય તેવા ખેડૂતોના નામે પણ લાભ લેવાતો હતો. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે જે ખેડૂતોએ ખોટી રીતે યોજનાનો લાભ લીધો છે. જિલ્લા તંત્ર દ્વારા ગ્રામસેવકોની મદદથી તે ખેડૂતો પાસેથી રૂપિયા રિકવર કરવામાં આવશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0