મહેસાણાના ચામુંડાનગરમાં લીકેજ શોધવા ચોથા દિવસે પણ પાલિકા ફોલ્ટ શોધવા મથતી રહી

શેર કરવા અહીં ક્લિક કરો.

— 150 ફૂટની પાઇપલાઇન બંને સાઇડથી બંધ કરી પણ લીકેજ ના મળ્યું

— ઝાડા​​​​​​​-ઉલ્ટીના કેસ આવતાં પાલિકા દ્વારા ટેન્કરથી પાણી અપાયું

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર પાછળ આવેલા ચામુંડાનગરમાં પીવાના દૂષિત પાણીથી રહીશો ઝાડા-ઉલ્ટીનો ભોગ બન્યા છે. બીજી તરફ પાલિકા સતત ચોથા દિવસે ફોલ્ટ શોધવા મથતી રહી હતી. જેમાં 150 ફૂટની પાઇપ લાઇન બંને સાઇડ બંધ કરી આ લાઇનના રહીશોને રવિવારે ટેન્કરથી પીવાનું પાણી અપાયું હતું. જ્યારે આરોગ્ય તંત્રની ટીમ દ્વારા વિસ્તારમાં ઘરે ઘરે ક્લોરીનની દવા અપાઇ હતી.

નગરપાલિકાની વોટરવર્કસ ટીમ દ્વારા પીવાના પાણીની લાઇનમાં ક્યાંથી લીકેજ થઇ દૂષિત પાણી મિક્ષ થાય છે તે શોધવા રવિવારે પહેલી લાઇનના 10 ઘરોમાં સપ્લાય થતા પાણીની 150 ફૂટની પાઇપ લાઇનના જોડાણને બંને બાજુથી બંધ કરાયું હતું.

વોટર વર્કસ ઇજનેર જીગ્નેશભાઇ પટેલે કહ્યું કે, ઉભા રોડ પરની બે લાઇન સુધી હેડવર્કસની પાઇપલાઇન છે, જ્યારે પહેલી લાઇન તરફ પોલીસ હેડ ક્વાર્ટર ટાંકી સાઇડની લાઇન આવે છે. હાલ પહેલી લાઇન ફોલ્ટમાં લાગે છે એટલે બંધ કરી કામગીરી શરૂ કરાઇ છે. જ્યારે રહીશોને ટેન્કરથી પીવાનું પાણી પૂરું પડાયું છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.