— 5 જૂન એ પર્યાવરણ દિવસે ની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે અને બીજી બાજુ સરેઆમ વૃક્ષોનું છેદન કરી રહ્યા છે. :
ગરવી તાકાત મહેસાણા : સમગ્ર રાજ્ય માં આજે 5 જૂન ના દિવસે પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ઠેર ઠેર લોકો એક બાજુ વૃક્ષો વાવી અને તેનું જતન કરીને ઉછેર કરવામાં આવે છે ત્યારે અમૂક લોભીયા માણસો દ્ઘારા આવા મોટા વટ વૃક્ષોનું છેદન કરી ને પોતાનાં આર્થિક ફાયદો કરી રહ્યા છે ત્યારે આવી બાબતો પર્યાવરણ પ્રેમીઓ ને ધ્યાનમાં આવતા પર્યાવરણ પ્રેમીઓ આવા ઇસમો સામે લાલ ધૂમ જોવા મળ્યા હતા. અને તેને સામે
કાયદેસર ની કાર્યવાહી થાય તે માટે વન વિભાગ ને જાણ કરવામાં આવી હતી.

કડી શહેરમાં ગણા સમય થી વૃક્ષોનું છેદન ની બૂમરાડ જોવા મળી રહી છે ત્યારે કડી પંથકમાં ઉલટી ગંગા જોવા મળી રહી છે કડી તાલુકા માં અનેક લાકડાઓ માટે ની શો- મિલોમાં બેરોકટોક લીલા લાકડા ભરીને રાત દિવસ વાહનો ઠલવાઈ રહ્યા છે અને તાલુકા ની અંદર વૃક્ષોનું નિકંદન થતું હોવાની રાવ ઉઠી છે. કડી તાલુકા ના કેટલાય વિસ્તારોમા અનેક વાહનો માં લાકડા ભરીને રાત દિવસ બિન્દાસ પણે લીલા લાકડાઓ નો વેપલો થઈ રહ્યો છે.
ત્યારે કડી તાલુકા ના ઉંટવા ગામ ની સીમમાં રોડ ની સાઇડ માં આવેલ 4 અરડુસાના ઝાડ કેટલાક ઈસમો કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓ રોષે ભભૂકી ઉઠ્યા હતા. રાજપુર જવાના રોડ ઉપર નવ થી દસ વર્ષ ના ચાર અરડુસા ના ઝાડ કેટલાક ઈસમો દ્વારા કાપી નાખતા વન વિભાગ એક્શન મોડમાં આવી ગયું હતું.
પર્યાવરણ દિવસે જ કેટલાક ઈસમો એ આ ઝાડ કાપી નાખતા સ્થાનીક સરપંચ ને જાણ કરતા સરપંચે ત્તાત્કાલિક ધોરણે વન વિભાગ ના અઘિકારીઓ ને જાણ કરી હતી વન વિભાગ ના અઘિકારીઓ ધટના સ્થળે પહોચી ને આ આ વૃક્ષો નું છેદન કરેલ ઈસમો સામે કાર્યવાહી હાથ ધરવા માં આવી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી