ગુજરાતમાં કોરોનાની 5 મી લહેરની એન્ટ્રી : કોરોનાથી ડરવાની નહીં પણ સાવચેતીની જરૂર

December 22, 2022
  • ભીડવાળી જગ્યા પર માસ્ક પહેરવાની સૂચના સરકાર દ્વારા આપી દેવાઈ છે

ગરવી તાકાત, મહેસાણા- દુર્ઘટના સે દેરી ભલી… હાઈવે પરથી પસાર થતા સમયે આવા અનેક બોર્ડ લગાવાયા હોય છે. ત્યારે હવે પૃથ્વી પર કોરોના ફરી વકરતા ગુજરાતીઓએ સાવધાન રહેવાની જરૂર આવી છે. કોરોનાની 5મી લહેરની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા છે. ગુજરાતમાં હાલ કોરોનાના કુલ 23 એક્ટિવ કેસ છે. જેથી ગુજરાતમાં ફરીથી કોરોના કેસે ચિંતા વધારી છે. અમદાવાદમાં કોરોનાના નવા 2 કેસ, રાજકોટમાં કોરોનાના નવા 2 કેસ અને બનાસકાંઠામાં કોરોનાનો 1 કેસ નોંધાયો છે. 

કોરોનાથી ડરવાની નહીં પણ સાવચેતીની જરૂર છે. લોકોએ ફરીથી માસ્ક પહેરવાનું શરૂ કરી દેવુ જોઈએ. ભીડવાળી જગ્યા પર માસ્ક પહેરવાની સૂચના સરકાર દ્વારા આપી દેવાઈ છે. જેમા જણાવાયુ કે, કોરોનાના લક્ષણ દેખાય તો તાત્કાલિક ટેસ્ટ કરવો. BF 7 વેરિયન્ટ ચીનમાં કહેર મચાવી રહ્યો છે. તો ગુજરાતમાં પણ તેની દહેશત વર્તાઈ રહી છે. ત્યારે આ શરૂઆતના સમયમાં સાવચેતી રાખવી જરૂરી છે. જો કોરોનાને હરાવવું હોય તો સાવચેતી જ મોટું હથિયાર છે.

દુનિયામાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે. છેલ્લાં 24 કલાકમાં આંકડાની વાત કરીએ તો, વિશ્વમાં 5 લાખ 37 હજાર 731 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના કારણે 1396 લોકોના મૃત્યુ થયા છે. જાપાનમાં 24 કલાકમાં 2 લાખથી વધારે કેસ નોંધાયા છે. દક્ષિણ કોરિયામાં 88,172 કેસ નોંધાયા છે. ફ્રાન્સમાં 24 કલાકમાં 54,613 કેસ નોંધાયા છે. અમેરિકામાં 50,544 કેસ અને બ્રાઝિલમાં 44,415 કેસ નોંધાયા છે.

વિશ્વમાં ફરી એકવાર કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે રાજકોટ કોર્પોરેશને કોવિશિલ્ડ રસીની માંગણી કરી છે. રાજકોટમાં કો-વેક્સિનની જગ્યાએ, કોવિશિલ્ડ વેક્સીનનો વધુ ઉપયોગ કરાયો છે. લાખો લોકોના પ્રિકોશન ડોઝ હજી બાકી છે. હાલ રાજકોટ કોર્પોરેશન પાસે કોવિશિલ્ડનો જથ્થો નથી. રાજકોટ પ્રિકોશન ડોઝની કામગીરી 23 ટકા પૂર્ણ થઈ છે. 9 લાખ કરતા વધુ લોકોને વેક્સિનનો ત્રીજો ડોઝ બાકી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0